GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

BSNL-MTNL કંપનીઓની સંપત્તિ વેચવાની પ્રક્રિયા થઈ તેજ, 37,500 કરોડની પ્રોપર્ટીની થશે હરાજી

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી બીએસએનએલ અને એમટીએનએલને એસેટ મોનેટાઈઝેશનની પ્રક્રિયા એટલે કે સંપત્તિ વેચવાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે આ કંપનીઓની લેન્ડહોલ્ડિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કોરોના કાળમાં પ્રક્રિયાના પહેલા તબક્કા અંતર્ગત રોકાણ અને સાર્વજનિક સંપત્તિ પ્રબંધન વિભાગે પ્રોપર્ટી વેચવાની સંભવાનાઓને તપાસવાની જવાબદારી કન્સલટન્સી ફર્મ સીબીઆરઇ, જોન્સ લેંગ લાસેલ અને નાઈટ ફ્રેંકને સોંપી છે.

જુલાઈના અંત સુધીમાં તેઓ પોતાનો રિપોર્ટ સોંપશે. કંપનીના વેચાણથી મળતા રૂપિયાનો ઉપયોગ કંપનીની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવશે. બીએસએનએલ અને એમટીએનએલની કુલ 37,500 કરોડ રૂપિયાની સંપત્તિ વેચવામાં આવશે, જેમાં કંપનીની ખાલી જમીન અને બિલ્ડિંગ સામેલ છે. છેલ્લાં 10 વર્ષમાંથી 9 વર્ષ સુધી નુકસાનીમાં રહેલી બીએસએનએલ અને એમટીએનએલ આગામી ત્રણ વર્ષમાં 37,500 કરોડ રૂપિયા ડિસઈન્વેસ્ટમેન્ટથી ભેગા કરવામાં આવશે.

દેવામાં ડુબેલી કંપનીઓનો ખર્ચ ઘટાડવા માટે સરકારે કર્મચારીઓને સ્વેચ્છિક સેવાનિવૃતનો વિકલ્પ પણ આપ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં સરકારે બીએસએનએલ અને એમટીએનએલની આર્થિક સ્થિતિ સુધારવા માટે 69,000 કરોડ રૂપિયાના રાહત પેકેજને પણ મંજૂરી આપી હતી.

READ ALSO

Related posts

રાજસ્થાનમાં પાયલોટ ફરી જોડાઈ શકે છે કોંગ્રેસમાં, નરમ પડ્યા હવે મનાવશે રાહુલને

Ankita Trada

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!