GSTV

અમદાવાદના કરદાતાના રિટર્નની આકારણી કોલકાતા કે જમશેદપુરથી થશે, આવકવેરા વિભાગ કડક બન્યું

આવકવેરાના રિટર્ન ફાઈલ કરનારા તમામ કરદાતાઓના રિટર્નની હવેથી સંપૂર્ણપણે ઓનલાઈન આકારણી જ કરવામાં આવશે. 13મી ઓગસ્ટ 2020થી આ સિસ્ટમ લાગુ કરી દેવાની સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે જાહેરાત કરી દીધી છે. કરદાતાને આકારણી કરનારા અધિકારીના નામ કે અન્ય વિગતો મળી શકશે જ નહિ. માત્ર દરોડાના અને સરવેના જે કેસો સેન્ટ્રલ સર્કલમાં ટ્રાન્સફર કરી દેવાયા હશે તેવા જ કેસોમાં ઓનલાઈન આકારણી કરી શકાશે નહિ. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે 13મી ઓગસ્ટે એક પરિપત્ર કરીને આ જાહેરાત કરી દીધી છે. પરિપત્રમાં જણાવવૈામાં આવ્યું છે કે હવેથી આકારણી માટેના દરેક ઓર્ડર ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ 2019 હેઠળ જ પાસ કરવામાં આવશે. નેશનલ ઇ-એસેસમેન્ટ સેન્ટરના માધ્યમથી જ આ ઓર્ડર પાસ કરવામાં આવશે.

સિસ્ટમનો અસ્વીકાર કરવામાં આવ્યો

જોકે, તેમાં બે અપવાદ રાખવામાં આવ્યા છે. આ આપવાદમાં સેન્ટ્રલ ચાર્જની ઑફિસને સુપરત કરી દેવામાં આવેલા કેસમાં ઓનલાઈન આકારણી કરવાની સિસ્ટમનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો દરોડાના અથવા તો સરવેના જે કેસોની આકારણીની કામગીરી આ અગાઉ જ સેન્ટ્રલ ચાર્જમાં મોકલી દેવામાં આવી હશે તેમના કિસ્સામાં આ જોગવાઈ લાગું પડશે નહિ.

ઓનલાઈન આકારણી કરવામાં આવશે નહિ

આ જ રીતે ટ્રાન્સફર પ્રાઈસિંગના એટલે કે એક કંપનીના નફાની મોટાભાગની રકમ બીજી કંપનીના ચોપડામાં ટ્રાન્સફર કરી દઈને આવક ઓછી બતાવવામાં આવી હોય અને વેરાની ચૂકવણીમાં ગરબડ કરવામાં આવી હોય તેવા કેસ પણ સેન્ટ્રલ સર્કલમાં ટ્રાન્સફર કરી દેવાયા હોય તેવા કેસમાં પણ ઓનલાઈન આકારણી કરવામાં આવશે નહિ. આ બે અપવાદ સિવાયના તમામ કેસોમાં હવેથી ઓનલાઈન આકારણી જ કરવામાં આવશે. તેરમી ઓગસ્ટ 2020થી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસના નવા ઓર્ડરને અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું લઈને આવકવેરા ખાતું તેના કામકાજના સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝેશનની દિશામાં કદમ માંડી રહ્યું છે. તેને પરિણામે કરદાતાઓને મળી રહેલી સેવાના ધોરણોમાં ઉત્તરોત્તર ખાસ્સો સુધારો જોવા મળ્યો છે. તેમ જ કરદાતાઓની આકારણીની પ્રક્રિયામાં ખાસ્સી પારદર્શકતા આવી ગઈ છે.

જમશેદપુરના અધિકારી મારફતે થવા માંડશે

નવી વ્યવસ્થા અમલમાં મૂકવાને પરિણામે કરદાતાને તેના આાકરણી અધિકારીના નામની પણ જાણકારી મળી શકશે નહિ. આમ ખરેખર અમદાવાદના કરદાતાના રિટર્નની આકારણી કોલકાતા કે જમશેદપુરના અધિકારી મારફતે થવા માંડશે. કરદાતાઓના રિટર્નની આકારણીમાં આચરવામાં આવી રહેલા કરપ્શનને અંકુશમાં લેવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારે અત્યાર સુધીમાં ઈ-ગવર્નન્સના લીધેલા પગલાંઓના ખાસ્સા સારા પરિણામો મળ્યા છે. નોટબંધી સમયે આવકવેરા અધિકારીઓએ કરદાતાઓને ઝડપી લઈને તેમની સાથે મોટી રકમની સોદા બાજી કરી હોવાતી આ નવતર વ્યવસ્થા કરવામાં આવી છે. 2019ની સાલમાં જાહેર કરવામાં આવેલી ફેસલૅસ એસેસમેન્ટ સ્કીમ મારફતે જે ઓર્ડર કરવામાં આવ્યા હતા તે તમામ ઓર્ડર માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરા ધારા 1961ની કલમ 1119 હેઠળ તેમને મળેલી સત્તાનો ઉપયોગ કર્યો હતો.

READ ALSO

Related posts

Video: સુરતના ONGC પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ, 6 કિમી સુધી દેખાઇ વિકરાળ આગ

Bansari

નોકરીયાત વર્ગને મોટી ભેટ / હવે ગ્રેચ્યુટી માટે 5 વર્ષ રાહ જોવાની નથી જરૂર, મોદી સરકારે કાયદામાં કર્યો આ સુધારો

Mansi Patel

PM Kisan: 5.95 લાખ એકાઉન્ટની થઈ તપાસ, વિશ્વાસ નહીં થાય આટલા લાખ લાભાર્થીઓ નિકળ્યા નકલી, હવે શું કરશે સરકાર?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!