વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની અટકળો વચ્ચે આજે સોમનાથ,જુનાગઢ,પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે એવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વિધાનસભા ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે અને મંત્રી મંડળમાં જેમ તમામ પ્રધાનો પડતા મુકાયા તેવી ‘નો રિપીટ ‘થિયરી તમામ ધારાસભ્યો માટે લાગુ નહીં પડે.

મંત્રીમંડળની માફક બધાં જ ધારાસભ્યો પડતા નહીં મૂકાય
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર શહેર ભાજપ કાર્યાલયના ખાતમુહુર્ત કર્યા બાદ તેમણે વિધાનસભા ચૂંટણી સમયસર થવાનું જણાવ્યું હતું. આ પહેલા તેઓ સોમનાથ મંદિરે ગયા હતાં. જ્યાં પાટિલ પરિવાર તરફથી 11 સુવર્ણકળશ અર્પણ કરી પૂજા વિધિ કરી ભોળાનાથને શીશ નમાવ્યું હતું. બાદમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલયના ખાતમુહુર્ત પ્રસંગે તેમણે હળવા મૂડમાં જણાવ્યું કે નો રીપીટ થિયરી મંત્રીઓમાં જે રીતે કરાઈ છે તે રીતે ધારાસભ્યોમાં નહીં થાય, બધા ધારાસભ્યો નહીં પરંતુ થોડા ઘણાં બદલાવીશું એટલે કે રીપીટ નહીં થાય. તેમણે ઈ.સ. 2022 વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું કે, અમારો જન્મ જીતવા માટે થયો છે.
પોરબંદર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ આવી પહોંચતા તેમનું સ્વાગત કર્યા બાદ નરસંગ ટેકરીથી તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં ધારાસભ્ય, સાંસદ વગેરે હાજર રહ્યા હતા. બાદમાં ચોપાટી પર મહિલા સંમેલનને સંબોધન કરી ઈ.૨૦૨૨ના મિશનમાં કામે લાગી જવા અપીલ કરી હતી.

ભાજપ પ્રમુખ માટે નિયમો નેવે, 4000ની મેદની, માસ્ક ગાયબ : નિયમો માટે પ્રજા માટે જ છે તેમ પાટિલના કાર્યક્રમોમાં વધુ એક વાર મેસેજ અપાયો
ગઈ કાલે મંત્રીઓએ અને તેમની હાજરીમાં ધારાસભ્યો,સાંસદો વગેરેએ કોરોના નિયમો નેવે મુક્યા બાદ આજે પ્રદેશ ભાજપ પ્રમુખની હાજરીમાં પણ નિયમો જાણે ભાજપને લાગુ જ નથી પડતા તેવો માહૌલ જોવા મળ્યો હતો. -જાહેર કાર્યક્રમોમાં સરકારના અનલોક નિયમ અનુસાર મહત્તમ 400ની મર્યાદા છે પરંતુ, પોરબંદરમાં ચોપાટી પર પ્રદેશ ભાજપ પ્રમુખની સભામાં ૪૦૦૦થી વધુની હાજરી હતી. પોરબંદરમાં મોડા પહોંચતા કીર્તિમંદિરમાં તેઓ ગાંધી બાપુને શીશ નમાવવા ગયા ન હોતાં. -જુનાગઢમાં પાટિલની હાજરીમાં માસ્ક, ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ થયો હતો. -જુનાગઢમાં શહેર કાર્યાલયને બદલે જિલ્લા કાર્યાલયનું ખાતમુહુર્ત કર્યાનું પ્રદેશ પ્રમુખે કહેતા ગણગણાટ થયો હતો.
READ ALSO :
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ