ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પૂરજોશમાં છે. આ જ ક્રમમાં હવે સમાજવાદી પાર્ટી અને ભીમ આર્મી વચ્ચે ગઠબંધન નક્કી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, સપા પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આજે સમાજવાદી પાર્ટી ઓફિસથી પ્રેસ કોન્ફરન્સ કરીને આની જાહેરાત કરી શકે છે.

આ પહેલા શુક્રવારે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ સમાજવાદી પાર્ટીના કાર્યાલય પર પહોંચ્યા હતા અને અખિલેશ યાદવને મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી ભીમ આર્મી અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન અને સીટ વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે. ચંદ્રશેખર ગુરુવારે સમાજવાદી પાર્ટીની ઓફિસ પણ પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ બંને પક્ષોમાં ગઠબંધનની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ગઈ છે.માત્ર સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

આ પહેલા ચંદ્રશેખર આઝાદે ટ્વીટ કરીને કહ્યું હતું કે, એકતામાં મોટી શક્તિ છે. તાકાત અને એકતા વગર ભાજપ જેવા માયાવી પક્ષને હરાવવા સરળ નથી. તમામ સમાજના લોકોના પ્રતિનિધિત્વ અને સન્માનનું ધ્યાન રાખવાની જવાબદારી ગઠબંધનના નેતાની છે. આજે યુપીમાં દલિત વર્ગ અખિલેશ યાદવ પાસેથી આ જવાબદારી નિભાવશે તેવી અપેક્ષા રાખે છે.
READ ALSO
- તૂટેલા ફોનને નથી છોડી રહ્યો પ્રખ્યાત ફૂટબોલર, પૂછ્યું તો આપ્યો દિલ જીતી લે તેવો જવાબ
- 13 રાજ્યોમાં સર્જાઈ શકે છે વીજસંકટ, 3 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓ પર લાગ્યો પ્રતિબંધ
- બોયકોટ વિવાદ વચ્ચે સલમાનની આગામી ફિલ્મ ‘ભાઈજાન’નો ફર્સ્ટ લૂક વાયરલ, એક્ટરે શેર કરી તસવીર
- કેજરીવાલે ભરાવ્યા/ ભૂપેન્દ્ર પટેલ સરકારનું નાક દબાવશે આંદોલનો, પોલીસનું પેકેજ સરકારને ભારે પડશે
- PIB Fact Check/ SBIના 45 કરોડ ગ્રાહકો માટે અગત્યના સમાચાર, બદલાઈ ગયા ટ્રાન્ઝેક્શનના નિયમ? જાણો શું છે હકીકત