Last Updated on March 8, 2021 by Pravin Makwana
ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. તમામ રાજનૈતિક દળો પણ ચૂંટણી પ્રચારમાં જોડાઇ ગયા છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરલ, તમિલનાડુ અને પુડુચેરીમાં રાજકીય દળ ચૂંટણી જીતવાના અભિયાનમાં લાગી ગયા છે. એવામાં આ રાજ્યોમાં કોની સરકાર બનશે તેને લઇને સી વોટરે સર્વે કર્યો છે.


કેરલમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ની ફરીથી વાપસીની સંભાવના
સર્વે અનુસાર, કેરલમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ની ફરીથી વાપસીની સંભાવના છે. LDF કુલ 140 સીટોમાંથી 82 સીટો પર જીત હાંસલ કરી શકે છે. આ સાથે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) 56 સીટો પર જીત હાંસલ કરી શકે છે જ્યારે બીજેપી માત્ર એક સીટ જ જીતી શકે છે.

તમિલનાડુમાં યુપીએની સરકાર બનવાનો સંકેત
સર્વે અનુસાર, તમિલનાડુમાં સત્તા બદલવાના સંકેત મળ્યાં છે. અન્નામુદ્રકની આગેવાનીવાળા ગઠબંધનને માત્ર 65 સીટો મળવાનું અનુમાન છે. સાથે ડીએમકેના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધનને 158 સીટો પર જીત મળી શકે છે. કુલ મિલાવીને તમિલનાડુમાં યુપીએની સરકાર બનવાનો સંકેત મળી રહ્યો છે.

પુડુચેરીમાં એનડીએની સરકાર બનવાની સંભાવના
બીજી બાજુ પુડુચેરીમાં એનડીએની સરકાર બનવાની સંભાવના છે. સર્વે અનુસાર, 30 વિધાનસભાની સીટોમાંથી તેને 16થી 20 સીટો મળી શકે છે.

આસામમાં બીજેપીની વાપસીનું અનુમાન
આ ચૂંટણી સર્વે અનુસાર, આસામમાં બીજેપી ફરીથી જીતી શકે છે. સર્વે અનુસાર, આસામમાં એનડીએ ગઠબંધનને 126માંથી 67 સીટ મળવાનું અનુમાન છે. જો કે, યુપીએ આ વખતે ઉત્તમમાં ઉત્તમ પ્રદર્શન કરી શકે છે અને તેના ખાતામાં 39થી વધીને 57 સીટ આવી શકે છે. અન્યની ઝોળીમાં બે સીટ જવાનું અનુમાન છે. 126 સભ્યોની આસામ વિધાનસભામાં બહુમત માટે 64 સીટો જોઇએ.

બંગાળમાં ટીએમસીના પરત ફરવાના એંધાણ
પશ્ચિમ બંગાલમાં તૃણમૂલ કોંગ્રેસને 154 સીટ મળવાનું અનુમાન છે જ્યારે બીજેપીને 107 સીટો મળી શકે છે. ગઇ વખતની 2016ની ચૂંટણીમાં ટીએમસીએ 211 સીટો પર જીત હાંસલ કરી હતી અને બીજેપીએ ત્રણ સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. સર્વે અનુસાર, બંગાળમાં ટીએમસીની વાપસી તો થઇ રહી છે પરંતુ તેની સીટો ઘટી રહી છે જ્યારે બીજેપી પહેલા કરતા મજબૂત થશે.
READ ALSO :
- વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ ભારતમાં/ કોરોના વેક્સિનના 13 કરોડ ડોઝ આપવામાં ફક્ત આટલા દિવસનો સમય, સ્વાસ્થ્યમંત્રીએ આપી જાણકારી
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
