GSTV
India News ટોપ સ્ટોરી

આ 4 રાજ્યોમાં કઇ તારીખ બાદ યોજાઇ શકે છે વિધાનસભા ચૂંટણી, જાણો શું છે ચૂંટણી આયોગનો પ્લાન

આ વર્ષે દેશના ચાર રાજ્યો (પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલ અને આસામ) એક કેન્દ્ર શાસિત પ્રદેશ (પુડુચેરી) માં વિધાનસભા ચૂંટણી યોજાશે. ત્યારે મળતી જાણકારી અનુસાર, ભારતીય ચૂંટણી પંચ આ રાજ્યોને લઇને ચૂંટણી કાર્યક્રમની જાહેરાત 15 ફેબ્રુઆરી બાદ ગમે ત્યારે કરી શકે છે. આયોગ હાલમાં ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે દક્ષિણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની યાત્રા પર છે. આયોગની દક્ષિણી રાજ્યોની યાત્રા 15 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થશે. જ્યાર બાદ આ રાજ્યો માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકાય છે.

state assembly elections in jammu

તમામ રાજ્યોમાં મતગણના એક જ દિવસે કરવામાં આવશે

ચૂંટણી આયોગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, પેનલ ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચની શરૂઆતમાં આ છ રાજ્યો માટેના વિસ્તૃત ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં એક ચરણમાં મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં છથી આઠ ચરણોમાં મતદાન થઇ શકે છે અને આસામમાં તેની સંખ્યા બેથી ત્રણ સુધી રહી શકે છે. તમામ રાજ્યોમાં મતગણના એક જ દિવસે કરવામાં આવશે. આયોગની યોજના તમામ ચૂંટણીને 1 મે પહેલાં કરાવવાની છે, જ્યારથી CBSE ના ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઇ જશે.

ચૂંટણી આયોગ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પહેલાં રાજ્યોની મુલાકાત કરી શકે

તમને જણાવી દઇએ કે, અધિકારી આસામ અને પશ્ચિમ બંગાળની પહેલા જ મુલાકાત કરી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ચારેય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાઓનો કાર્યકાળ મેથી જૂનની વચ્ચે સમાપ્ત થઇ જશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા, ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને રાજીવ કુમાર 10 અને 11 ફેબ્રુઆરીના રોજ તમિલનાડુમાં રહેશે. 12 ફેબ્રુઆરીના રોજ આ લોકો પુડુચેરીમાં રહેશે અને 13 અને 14 ફેબ્રુઆરીના રોજ કેરલ પહોંચીને ત્યાંના ચૂંટણી અને વહીવટી અધિકારીઓ સાથે વાત કરીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. અન્ય રાજનીતિક દળો સાથે પણ ચર્ચા કરશે. ચૂંટણી આયોગ સામાન્ય રીતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પહેલાં રાજ્યોની મુલાકાત કરી શકે છે. બિહારના મામલામાં માત્ર એવું થયું કે જ્યારે કાર્યક્રમની જાહેરાત બાદ આયોગે રાજ્યની મુલાકાત કરી હતી.

બંગાળમાં ખોટા મતદાતાઓની ઓળખ માટે ECI એપનો ઉપયોગ થઇ શકે છે

પશ્ચિમ બંગાળમાં જે વિધાનસભા ચૂંટણી યોજાશે તેમાં ખોટા મતદાતાઓની ઓળખ કરવા અને ચૂંટણી પ્રક્રિયાના પરિણામને તત્કાલિક સામે લાવવા માટે ચૂંટણી આયોગ બૂથ પર મોબાઇલ એપનો ઉપયોગ કરી શકે છે. જો આવું થયું તો પશ્ચિમ બંગાળ એવું પ્રથમ રાજ્ય બનશે કે જ્યાં ચૂંટણી પ્રક્રિયામાં આ એપનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવ્યો.

READ ALSO :

Related posts

મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો

Bansari Gohel

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

pratikshah

ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ

Hardik Hingu
GSTV