GSTV

પાંચેય રાજ્યોમાં કોંગ્રેસનો નથી અત્તોપત્તો: બંગાળથી લઈને કેરલ સુધીમાં પાર્ટીનો થયો કચ્ચરઘાણ, પાણીમાં બેસી ગયાં

Last Updated on May 2, 2021 by Pravin Makwana

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજે મત ગણતરી થઈ રહી છે. આસામ, બંગાળ, કેરલ, તમિલનાડૂ અને પુડુચેરીમાં કુલ 822 સીટો પર મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી પરિણામો અને રુઝાન પર નજર નાખીએ તો, કેરલમાંથી પણ કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા છે. આ પાંચેય રાજ્યોમાં ચૂંટણી બાદ મમતા બેનર્જી અને ડાબેરી સાથે કોંગ્રેસનું ભાવિ પણ દાવ પર લાગી ગયુ છે. ભાજપની પણ આજે અગ્નિ પરીક્ષા લેવાઈ ગઈ છે. આવા સમયે કોંગ્રેસ જેવી મોટી પાર્ટી આ પાંચેય રાજ્યોમાં પોતાની જગ્યા બનાવી શકી નથી.

કોંગ્રેસ પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી

આ લખાય છે ત્યાં સુધીમાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી નિર્ણાયક બહુમતી સાથે આગળ વધી રહી છે. આસામમાં સત્તાધારી ભાજપ અને કેરલમાં ડાબેરી મોર્ચો ફરી એક વાર જીત તરફ આગળ વધી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડાઓથી સંકેત મળે છે કે, આ રાજ્યોમાં સત્તાધારી પક્ષોએ ફરી એક વાર પોતાનો જલવો બતાવ્યો છે. તમિલનાડૂમાં વિપક્ષ દ્રમુકે સત્તાધારી એઆઈડીએમકેને સત્તામાં બેદખલ કરતુ દેખાઈ રહ્યુ છે. કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં એનડીએ જીત તરફ આગળ વધી રહ્યુ છે.

બંગાળમાં પણ સફાયો

પશ્ચિમ બંગાળની વાત કરીએ તો, અહીં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. આસામમાં ભાજપના આગેવાની વાળી રાજગ ફરી એક વાર સત્તામાં આવતી દેખાય છે. રાજગ અહીં 126 સીટ માથી 79 પર લીડ મેળવી છે. જેમાં ભાજપના 62 ઉમેદવારો છે જ્યારે કોંગ્રેસ આગેવાની વાળી મહાજોતને ફક્ત 38 સીટો મળી છે. તેમાંથી પણ કોંગ્રેસને તો ફક્ત 25 સીટ જ મળી છે.

કેરલમાં આશા નઠારી નિકળી

કેરલમાં ચાર દાયકાથી આ પરંપરા તૂટતી આવી છે કે, અહીં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થાય છે. કેરલમાં દર પાંચ વર્ષમાં સત્તા પરિવર્તન થતુ આવ્યુ છે. ત્યારે આવા સમયે કોંગ્રેસને આશા હતી કે, તેઓ સત્તામાં આવશે પણ માકપાના આગેવાનીવાળી એલડીએફ ફરી એક વાર સત્તા મેળવવા જઈ રહ્યા છે.

કેરલની 140 સીટો છે. દક્ષિણ ભારતમાં ભાજપ માટે સારી વાત એ છે કે, તેણે કેરલમાં ત્રણ અને તમિલનાડૂમાં ચાર સીટો પર આગળ છે. અત્યાર સુધીની વાત કરીએ તો, આ બંને રાજ્યોમાં ભાજપ પોતાની પકડ જમાવવા માટે સંઘર્ષ કરતી રહી છે.

READ ALSO

Related posts

સ્વીટી પટેલ હત્યા કેસને લઇ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં, બંને આરોપીઓ અને FSLની ટીમને સાથે રાખી કરશે તપાસ

Dhruv Brahmbhatt

દમનકારી કાયદો/ ફરી જોવા મળ્યો તાલિબાનોનો ‘ક્રૂર ચહેરો’, અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા ફરમાન

Bansari

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!