આગામી વર્ષે યોજાનારી યુપી વિધાનસભા ચૂંટણીને લઈને અત્યારથી જ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ફેબ્રુઆરી-માર્ચમાં યુપી સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીને લઈને અત્યારથી જ દરેક રાજ્ય પાર્ટી કામે લાગી ગઈ છે. ચૂંટણીને જોતા રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પણ બદલાયા છે. ત્યારે આવા સમયે એ જાણવું સૌથી રસપ્રદ રહેશે કે, કઈ પાર્ટીને ચૂંટણીમાં સૌથી વધારે ફાયદો થશે અને કઈ પાર્ટીને વધારે નુકસાન. તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યુ છે કે, યુપીમાં ફરી એક વાર ભાજપની સરકાર બની શકે છે. આ ઉપરાંત સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે ગોવા અને ઉત્તરાખંડમાં પણ ભાજપને બહુમત મળી શકે છે.
તાજેતરમાં જનતાનો મૂડ જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સી વોટરના જણાવ્યા અનુસાર આ સર્વેમાં 98 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો. તો આવો વિગતવાર સમજીએ કે, સર્વેમાં જણાવ્યા અનુસાર ક્યા રાજ્યની કેવી સ્થિતી છે, કોની સરકાર બની રહી છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપની જ સરકાર
ગત વખતે યુપીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ભાજપે રેકોર્ડ 312 સીટો પર કબ્જો જમાવ્યો હતો. આ વખતે આ સર્વેમાં ઈશારો થઈ રહ્યો છે કે, અહીં ભાજપની ફરી વાર સરકાર બનવા જઈ રહી છે. સર્વેમાં જણાવ્યા અનુસાર ભાજપના ખાતામાં આ વખતે પણ 241થી 249 સીટો મળી શકે છે. બીજા નંબરે સમાજવાદી પાર્ટી જોવા મળે છે. તેને 130થી 138 સીટો મળતી દેખાઈ છે. જ્યારે બીએસપી 15-19 સીટો લાવી શકે છે. તો વળી કોંગ્રેસ 3-7 સીટોની વચ્ચે રહી શકે છે.
વોટ શેરની વાત કરીએ તો, ભાજપ 41 ટકા, એસપી 32 ટકા, બીએસપી 15 ટકા, કોંગ્રેસને 6 ટકા વોટ મળતા દેખાય છે.

ઉત્તરાખંડમાં ભાજપની જીત
સર્વેમાં જણાવ્યા અનુસાર ભાજપ માટે સારા સમાચાર છે. ફરી એક વાર અહીં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે.
અનુમાનિત સીટ- ભાજપ 42-46, કોંગ્રેસ- 21-25 સીટ, આમ આદમી પાર્ટી 0-4 સીટો મળતી દેખાઈ છે.
વોટ શેર- ભાજપ 45 ટકા વોટ, કોંગ્રેસ 34 ટકા વોટ, આપ પાર્ટી 15 ટકા વોટ

ગોવામાં ભાજપની સરકાર
ગોવામાં ફરી એક વાર ભાજપની સરકાર બની શકે છે. ગોવામાં ભાજપને 24થી 28 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ખાતામાં ફક્ત 1થી 5 સીટ, આમ આદમી પાર્ટીને 3થી 7 સીટો અને અન્યે 4થી 8 સીટો મળી શકે છે.
વોટ શેરની વાત કરીએ તો, ભાજપ 38 ટકા, કોંગ્રેસ 18 ટકા અને આપ પાર્ટી 23 ટકા વોટ મળી શકે છે.

પંજાબમાં કોની સરકાર
પંજાબમાં હાલ કોંગ્રેસની જ સરકાર છે, પણ ઘરમાં લડાઈ થતી હોવાના કારણે કોંગ્રેસને તેનું નુકસાન વેઠી પડી શકે છે. સર્વેમાં જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીની સરકાર પણ બની શકે છે. આપને 49થી 55 સીટો મળતી દેખાય છે. જ્યારે કોંગ્રેસને 30થી 47 સીટો, અકાલી દળને 17થી 25 સીટો મળતી દેખાય છે. જ્યારે ભાજપ 0-1 સીટો આવે તો નવાઈ નહીં. જ્યારે અન્યને પણ 0-1 સીટો મળવાના અણસાર છે.
વોટ શેરની વાત કરીએ તો, આપ- 36 ટકા વોટ, કોંગ્રેસ 32 ટકા વોટ, ભાજપ 4 ટકા વોટ

મણિપુરમાં પણ ભાજપ બની શકે છે સૌથી મોટી પાર્ટી
સર્વેમાં જણાવ્યા અનુસાર ભાજપ અહીં સૌથી મોટી પાર્ટી બની શકે છે. ભાજપને અહીં 21થી 25 સીટો મળવાના અણસાર છે. પણ સરકાર બનાવામાં અહીં ખેંચતાણ આવી શકે છે. સરકાર બનાવા માટે અહીં કમસેકમ 31 સીટો જોઈએ. કોંગ્રેસને 18થી 22 સીટો, એનપીએફને 4થી 8 સીટ મળી શકે છે. જ્યારે 1થી 5 સીટ અન્યને મળી શકે છે.
વોટ શેરની વાત કરીએ તો, ભાજપ 36 ટકા, કોંગ્રેસ 34 ટકા અને એનપીએફ ને 9 ટકા વોટ મળતા દેખાય છે.
READ ALSO
- Smart TV/ દિવાલ ઉપર ટિંગાળેલું સ્માર્ટ ટીવી ઘરમાં કરી રહ્યું છે જાસૂસી, બચવું હોય તો તાત્કાલિક આ સેટિંગ્સ કરી દો બંધ
- શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી
- Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે
- વિશ્વની સૌથી સુંદર ક્રિકેટરો, બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની આગળ ઝાંખી લાગશે, તેમનું સૌંદર્ય તમને દિવાના બનાવી દેશે
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી