GSTV
Gujarat Government Advertisement

ચૂંટણીઓમાં ગ્લેમરનો થયો ભરપૂર ઉપયોગ : જાણી લો કઈ અભિનેત્રી જીતી અને કઈ હારી, આ તો ભારોભાર પસ્તાશે

અભિનેત્રી

Last Updated on May 4, 2021 by Bansari

વિધાનસભાની ચૂંટણીમાં ઘણી અભિનેત્રીઓએ નસીબ અજમાવ્યું હતું, એમાંથી ઘણાનો પરાજય થયો હતો. અમુક અભિનેત્રીઓનો વિજય પણ થયો હતો. અગાઉ બંગાળની લોકસભામાં પણ મમતા દીદીએ અભિનેત્રીઓને મેદાનમાં ઉતારીને ધારી સફળતા મેળવી હતી. તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ખુશ્બુ સુંદરે ઝંપલાવ્યું હતું. ભાજપની ટિકિટ પર ખુશ્બુએ થાઉલેન્ડ લાઈટ્સ વિસ્તારની વિધાનસભાની બેઠકમાં ઝંપલાવ્યું હતું. પરંતુ સફળતા મળી ન હતી. ડીએમકેના એન. એલિલન સામે તેનો પરાજય થયો હતો.

  • જૂન માલિયા
  • ખુશ્બુ સુંદર
  • લોકેટ ચેટર્જી
  • સાયંતિકા બેનર્જી
  • સાયોની ઘોષ
  • પાયલ સરકાર

પશ્વિમ બંગાળની ચુનચુરા વિધાનસભાની બેઠકમાંથી ભાજપના મેન્ટેડ પર અભિનેત્રી લોકેટ ચેટર્જીએ ઝૂકાવ્યું હતું, પરંતુ ટીએમસીના અસિત મજુમદારે તેને પરાજય આપ્યો હતો. ભાજપના જ મેન્ટેડ પર અભિનેત્રી પાયલ સરકારે બેહલાની બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં તેનો ટીએમસીની રત્ના ચેટર્જી સામે પરાજય થયો હતો. સાયંતિકા બેનર્જીએ ગત માર્ચ મહિનામાં તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો હતો. સાયંતિકાને બંકુરા બેઠકથી ટિકિટ મળી હતી, પરંતુ તેને પરાજયનો સ્વાદ ચાખવો પડયો હતો.

અભિનેત્રી

તૃણમૂલ કોંગ્રેસે સાયોની ઘોષને આસનસોલ દક્ષિણની બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંતુ ભાજપના અગ્નિમિત્ર પોલ સામે તેની હાર થઈ હતી. મિદનાપુર વિધાનસભાની બેઠક પરથી મમતા દીદીએ જૂન માલિયાને મેદાનમાં ઉતારી હતી. મમતા દીદીએ બતાવેલા વિશ્વાસમાં જૂન માલિયા ખરી ઉતરી હતી અને તેણે ભાજપના ઉમેદવારને ૨૪,૩૯૭ મતોથી વિજય મેળવ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!