GSTV

હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છું જો શસ્ત્રપૂજામાં ઓમ નહોતું લખવાનું તો પછી શું લખવાનું હતુ

સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે રફાલ વિમાનની પૂજા મામલે ફરી એક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

હરિયાણાના ભિવાનીમાં ચૂંટણીસભાને સંબોધતા રાજનાથસિંહે રાહુલ ગાંધીને સવાલ પૂછતા કહ્યું કે જો શસ્ત્રપૂજામાં ઓમ નહોતું લખવાનું તો પછી તેની જગ્યાએ શું લખવાનું હતું.

રાજનાથસિંહે જણાવ્યું કે વિજયાદશમી પર શસ્ત્ર પૂજાની આપણા દેશની પરંપરા છે. મેં જ્યારે રફાલ પર ઓમ લખ્યું તો લોકો પૂછવા લાગ્યા કે તમે ઓમ કેમ લખ્યું. હું રાહુલ ગાંધીને પુછવા માંગું છું કે શસ્ત્ર પૂજામાં ઓમ ન લખું તો બીજું શું લખું.

આ ઉપરાંત રાજનાથસિંહે જમ્મુ-કાશ્મીર મુદ્દે પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. રાજનાથસિંહે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. પરંતુ કોંગ્રેસ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કેમ કરવા માંગે છે.

READ ALSO

Related posts

ગુજરાતીઓ છવાયા! રામ મંદિર માટે ગુજરાતમાં દાન અભિયાન શરૂ, હીરા કારોબારીએ આપ્યા 11 કરોડ રૂપિયા

Mansi Patel

કોરોનાના અંતનું કાઉન્ટડાઉન શરૂ: પહેલા જ દિવસે 3 લાખ સ્વાસ્થ્ય કાર્મીનોને અપાશે રસી

Pritesh Mehta

જૉ બાઈડેને 138 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની કરી જાહેરાત, દરેક અમેરિકનને મળશે 1,400 ડૉલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!