GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આસામની દુર્લભ ‘મનોહરી ગોલ્ડ ચા’ની કિંમત કિલોના રૂ. 50,000!

ચાનું ઘર ગણાતા આસામમાં ચાની અનેક પ્રજાતિઓ થાય છે. ત્યારે આસામની દુર્લભ ગણાતી ચાની એક પ્રજાતિ ‘મનોહરી ગોલ્ડ ચા’ સૌથી મોંઘી ચા બની છે. મંગળવારે ગુહાવટી ટી ઓક્શન સેંટરમાં એક કિલો ‘મનોહરી ગોલ્ડ ચા’ 50,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વેચાઇ છે. 

ગયા વર્ષે આ ચા 39001 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ હતી. આ પહેલા 2018માં અરૂણાચલ પ્રદેશની પોલો ટી એસ્ટેટની ગોલ્ડન નીડલ ટી 40,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી ખરીદવામાં આવી હતી. ત્યારે ગુહાવટી ટી ઓક્શન સેંટરના દિનેશ બિનાનીએ દાવો કર્યો છે કે ‘મનોહરી ગોલ્ડ ચા’ કોઇ પણ જાહેર હરરાજીમાં વેચાયેલ ચાની સૌથી મોંઘી જાત છે. 

ઉપરી આસામના દિબુ્રગઢમાં આવેલ મનોહરી ચાના બગીચાના માલિક રાજન લોહિયાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે માત્ર પાંચ કિલો ‘મનોહરી ગોલ્ડ ચા’ તૈયાર થઇ હતી. આ ચાને તૈયાર કરવાનું કામ ખુબ જ કપરૂ હોવાનું તેમણે જણાવ્યું છે, આ વર્ષે હવામાને સાથ ના આપતા માત્ર પાંચ કિલો ચા જ તૈયાર થઇ છે.

આ ચાને પાંદડાઓની જગ્યાએ નાની કળીઓમાંથી બનાવવામાં આવે છે. મે અને જુન મહિના દરમિયાન વહેલી સવારમાં જ બહુ ધ્યાનપૂર્વક આ કળીઓને તોડવામાં આવે છે. માંજિલાલ માહેશ્વરી નામના ચાના એક વેપારીએ આ ચાને 50000 પ્રતિ કિલોના ભાવે ખરીદી છે. ગયા વર્ષે પણ તેણે બે કિલો મનોહરી ગોલ્ડ ચા ખરીદી હતી.

READ ALSO

Related posts

75,639 kmphની ઝડપે પૃથ્વી પર આવી રહ્યો છે એક ગ્રહ, ટકરાશે તો માઇલ લાંબો ખાડો પડશે અને શહેરનો વિનાશ થઈ જશે

Dilip Patel

સુરતના કેબલ બ્રિજ પરથી મહિલાએ માસુમ બાળક સાથે લગાવી તાપી નદીમાં મોતની છલાંગ

Nilesh Jethva

મોટાથી લઈને બાળકો પણ ગટગટાવશે આ ઈમ્યૂનિટી વધારતું ડ્રિંક, બહુજ સરળ છે બનાવવાની રીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!