તમને ઘરમાં જે ઉંદર હેરાન કરે છે એને પકડીને આ ગામમાં આપી આવો, મફતમાં માલામાલ થઈ જશો

એવા લોકો પણ હોય છે કે જેનાં ખોરાક પર તમે વિચાર કરતા રહી જશો. શાકાહારી અને માંસાહારી તો ઠીક પણ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે લોકો ઉંદરનો ખાવા તરીકે ઉપયોગ કરતા હોય. તો જાણી લો અહીં એક એવો જ નવો કિસ્સો. આસામનાં બક્સા જિલ્લામાં એક સાપ્તાહિક ગામડાની બજારમાં ઉંદરનું માંસ ખૂબ લોકપ્રિય બન્યું છે. મસાલાંની ગ્રેવી સાથે બનાવેલ આ વાનગીને રવિવારની સ્વાદિષ્ટ વાનગી કહેવામાં આવે છે.

વિક્રેતાઓ કહે છે કે આ વાનગી ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં કેટલીક જાતિઓનો પરંપરાગત ખોરાક છે કે જે બ્રૉઇલર ચિકનની જેમ જ 200 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. મુસહર જાતિના લોકો ઉંદરનુ માંસ ખાવામાં ઉપયોગ કરે છે. આ લોકો યુપી, બિહાર અને નેપાળના કેટલાક વિસ્તારમાં રહે છે. પરંતુ આ ગામના લોકોમાં ઉંદરનુ માંસ ખૂબ જ પંસદ કરે છે.

ગુવાહાટીથી 90 કિલોમીટર દૂર ભારત-ભુટાન સીમા સાથે કુમારિકતાની રવિવારે ભરાતી માર્કેટમાં ઢગલાબંધ લોકો આવે છે. રવિવારે બજારમાં લોકો પોતાને ગમતુ ઉંદરનું માંસ ખરીદવા આવે છે. અહીં લોકોમાં ચીકન અને બીજા ખોરાક કરતા ઉંદરનું માસ વધારે ફેમસ છે. સ્થાનિક ખેડૂતો પાકને કાપતી વખતે એક મશીનથી બધા જ ઉંદરોને ભેગા કરી લે છે.

એક ઉંદરનું વજન એક કિલોથી વધુ હોય છે. ઉંદરને પકડીને ખેડૂતો પોતાના પાકને પણ નુકસાન થતુ બચાવી લે છે. ખેડૂતોનું કહેવું છે કે ઉંદર પકડવાથી જે નુકશાન થતુ હતુ હવે તાજેતરના દિવસોમાં તે નુકસાનમાં ઘટાડો આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter