આસામના એનઆરસીનું લિસ્ટ સત્તાવાર વેબસાઇટ પરથી ગાયબ થઇ જતાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. ત્યારે ગૃહ મંત્રાલયે આ મામલે સ્પષ્ટતા કરી છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે, એનઆરસીનો ડેટા સુરક્ષિત છે. કેટલીક ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે સમસ્યા ઉત્પન્ન થઇ. જો કે જેને હવે સુધારવામાં આવી રહી છે. આસામના રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર સાથે સંકળાયેલા નાગરિકોની બધી વિગતો સત્તાવાર વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ છે. જે ઑક્ટેમ્બરમાં રજિસ્ટરમાં સમાવિષ્ટ અને રજિસ્ટરની બહારના નાગરિકની તમામ માહિતી વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી. આ યાદીમાં આસામના 3.11 કરોડ લોકોની સાથે રજીસ્ટર થયેલા બહારના 19.06 લાખ લોકોની સંપૂર્ણ માહિતી હતી.
READ ALSO
- ડેટા કલેક્શન પર યુઝર્સને ગેરમાર્ગે દોરવા બદલ Googleને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયન કોર્ટે રૂ. 340 કરોડનો દંડ ફટકાર્યો
- અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ
- રાહત/ ફુગાવો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ, જુલાઈમાં છૂટક મોંઘવારી દર ઘટીને 6.71% થયો
- જળબંબાકાર/ મુંબઈમાં અતિવૃષ્ટિથી ભારે ખાનાખરાબી, રાજ્યમાં આવતા ચાર દિવસ ભારે વરસાદ વરસે તેવો વરતારો
- વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત