GSTV
Gujarat Government Advertisement

ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો દ્વારા એરપોર્ટ તેમજ રેલવે સ્ટેશનો પર બીજા રાજ્યોમાંથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

કોરોના

આસામના સિલચર એરપોર્ટ પર બની ચોંકાવનારી ઘટના

આસામના સિલચર એરપોર્ટ પર આ દરમિયાન બનેલી ચોંકાવનારી ઘટનામાં ફ્લાઈટમાંથી ઉતરેલા 300 મુસાફરો કોરોના ટેસ્ટ કરાવ્યા વગર જ ભાગી ગયા હતા.કોરોના મહામારીની બીજી લહેરના ફેલાવા બાદ આસામ સરકારે નવા પ્રોટોકોલ જાહેર કર્યા છે. જેમાં બહારથી આવતા તમામ મુસાફરો માટે કોરોના ટેસ્ટ કરાવવાના હોય છે.

6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો

સિલચર એરપોર્ટ જો કે નાનુ હોવાથી અહીં ઉતરતા મુસાફરોને નજીકની એક હોસ્પિટલમાં લઈ જઈને ટેસ્ટ કરાવાય છે. અધિકારીઓએ કહ્યું હતું કે, બુધવારે અહીંયા ઉતરેલા 300 મુસાફરો ટેસ્ટિંગ વગર જ ભાગી ગયા હતાં. જ્યારે બીજા 189 મુસાફરોએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 6 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

તંત્રનું કહેવું છે કે, કેવી રીતે લોકો ભાગી ગયા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેમની ભાળ મેળવવા માટે દોડધામ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!