GSTV
Home » News » આસામમાં પુરની ગંભીર પરિસ્થિતી, બે લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામમાં પુરની ગંભીર પરિસ્થિતી, બે લાખથી વધુ લોકો પ્રભાવિત

આસામ સહિત પૂર્વોતર રાજ્યોના અનેક જિલ્લાઓમાં માં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આસામના કોકરાઝાર જિલ્લામાં ઘણા ગામો પૂરની ઝપટમાં આવી ગયા છે.

બગડતી સ્થિતિને જોતાં હવે બચાવ અને રાહત કાર્યમાં સ્થાનિક તંત્રની સાથે ભારતીય સેનાના જવાનો પણ લાગ્યા છે. દક્ષિણ આસામમાં આશરે એક લાખ લોકો પૂરની ઝપટમાં આવી ગયા છે.

જ્યારે કે ઉત્તર આસામના ગોલાઘાટ, લખીમપુર,  ઘેમાજી જિલ્લામાં બે લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી પૂરના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

સૂત્રો મુજબ પાડોશી દેશ ભૂતાનમાંથી પાણી છોડવાના કારણે આસામના ચિરાંગ જિલ્લાની ચંપાવતી નદીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. અને અનેક ગામોને જળમગ્ન કરી દીધા છે.

ચિરાંગ જિલ્લાના અમિનપારા ગામે સેનાએ બચાવ અભિયાન હાથધરીને પૂરમાં ફસાયેલી મહિલા અને બાળકો સહિત 39 લોકોને બચાવ્યા હતા.

READ ALSO

Related posts

‘કોંગ્રેસ પુત્રી શીલા દીક્ષિત’: સાંસદથી લઇ સતત 15 વર્ષ સુધી CM, આવી હતી રાજકિય સફર

Riyaz Parmar

પંજાબમાં જન્મ, દિલ્હીમાં અભ્યાસ: ‘યુપીનાં વહુ’ તરીકે ઓળખા શીલા દીક્ષિતનું આવું હતું જીવન

Riyaz Parmar

શીલા દીક્ષિતનાં નિધનથી રાજધાની શોકગ્રસ્ત, દિલ્હી સરકારે બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!