GSTV

સરહદ વિવાદ/ આસામ-મિઝોરમના વિવાદમાં આરોપ-પ્રત્યારોપ ચાલુ, આસામના સીએમ વિરુદ્ધ મિઝોરમમાં એફઆઈઆર

સરહદ

Last Updated on August 1, 2021 by Damini Patel

આસામ-મિઝોરમ વચ્ચેનો સરહદ વિવાદ અટકવાનું નામ નથી લેતો. જોકે, આસામ-મિઝોરમની અશાંત સરહદ શનિવારે શાંત રહી હતી. એવા સમયમાં આસામે આંતરરાજ્ય સરહદોના જટીલ મુદ્દાઓ પર પૂર્વોત્તરના અન્ય પડોશી રાજ્યો સાથેની તંગદિલી ઘટાડવા પ્રયાસ કર્યો હતો. બીજીબાજુ મિઝોરમમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમા વિરુદ્ધ કોલાસિબમાં એફઆઈઆર નોંધાઈ છે. આ પહેલા બંને રાજ્યોની પોલીસે એકબીજાના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. તેમના વિરુદ્ધ થયેલી એફઆઈઆરના સંદર્ભમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ ત્યાંની તપાસમાં સામેલ થશે.

મિઝોરમ પોલીસે આસામના મુખ્યમંત્રી વિરુદ્ધ ૨૬મી જુલાઈએ થયેલા સંઘર્ષ અંગે હત્યાનો પ્રયાસ, ગુનાઈત કાવતરાના આરોપમાં કેસ નોંધ્યો છે. મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમા ઉપરાંત મિઝોરમ પોલીસે આસામના ચાર પોલીસ અધિકારીઓ અને બે અમલદારોના નામનો પણ એફઆઈઆરમાં સમાવેશ કર્યો છે. આ સિવાય ૨૦૦ અજ્ઞાાત પોલીસ કર્મચારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિકારીઓ પર હુમલો કરાવ્યો હોવાનો આરોપ

મિઝોરમ પોલીસે તેની ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે હથિયારોથી સજ્જ ૨૦૦ પોલીસ કર્મચારીઓએ આઈજીપીના નેતૃત્વમાં તેમના ૨૦ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને તેમના પોલીસ કેમ્પને અનામત વનની જમીન પર અતિક્રમણ ગણાવતા બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. એફઆઈઆર મુજબ મિઝોરમ પોલીસની સંખ્યા ઘણી ઓછી હતી. આ ઘટનાની જાણ થતાં કોલાસિબ એસપી સ્થળ પર પહોંચ્યા અને આસામ પોલિસ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આસામ પોલીસ સાંભળવા તૈયાર નહોતી.

મિઝોરમ પોલીસે જણાવ્યું કે, આસામના મુખ્યમંત્રીના નિર્દેશથી આ બધું થયું છે. આસામ પોલીસે એસપી કોલાસિબને આ વિસ્તાર આસામની સરહદમાં છે અને મુખ્યમંત્રીના નિર્દેશથી જ તેઓ કેમ્પ બનાવવા આવ્યા છે. આ અગાઉ આ ઘટનામાં આસામ પોલીસે મિઝોરમના છ અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું. બધાને બીજી ઓગસ્ટે ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવાયું છે. આસામ પોલીસે મિઝોરમ પોલીસના ડેપ્યુટી કમિશનર અને એસપી રેન્કના અધિકારીઓને સમન્સ મોકલ્યું છે એવામાં મિઝોરમ પોલીસની આ કાર્યવાહીને ઘણી મોટી ગણાવાઈ રહી છે.

આસામના છ અધિકારીઓ સામે એફઆઈઆર

દરમિયાન આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સરમાએ તેમની સામેની એફઆઈઆરના સંદર્ભમાં જણાવ્યું કે તેઓ મિઝોરમ પોલીસની તપાસમાં જોડાશે. જોકે તેમણે તટસ્થ તપાસ સંસ્થા આ ઘટનાની તપાસ કેમ નથી કરતી તે અંગે સવાલ કર્યો હતો. વધુમાં તેમણે તેમની અને આસામના છ અધિકારીઓ સામેની એફઆઈઆરની તાર્કીક્તા પર પણ સવાલ ઊઠાવ્યો હતો.

વધુમાં મિઝોરમ પોલીસે પણ આસામના અધિકારીઓને સમન્સ મોકલીને ૧લી ઓગસ્ટ સુધીમાં હાજર થવા જણાવ્યું છે. મિઝોરમ પોલીસે આસામના મુખ્ય સચિવ અને ડીજીપીને પોલીસ સામે હાજર થવા કહ્યું છે. આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે ૨૬મી જુલાઈએ હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં આસામના સાત પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતા. સંઘર્ષ પછીથી આસામ અને મિઝોરમ સરકારો સામ-સામે આરોપ-પ્રત્યારોપ કરી રહી છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!