GSTV

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Last Updated on July 30, 2021 by Pritesh Mehta

મિઝોરમ અને આસામ વચ્ચે ચાલી રહેલો સરહદ વિવાદ લોહીયાળ બન્યા બાદ બંને રાજ્યો આમને સામને છે. મિઝોરમ પોલીસ અને આસામ પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગમાં આસામ પોલીસના સાત જવાનોના મોત બાદ સર્જાયેલો તનાવ ઓછો થયો નથી અને બીજી તરફ આસામ દ્વારા હવે મિઝોરમની નાકા બંધી કરી દેવામાં આવી છે. આસામની બરાક ખીણમાં લોકોએ આર્થિક નાકાબંધી કરી દીધી હોવાથી મિઝોરમમાં જરૂરી વસ્તુઓનો સપ્લાય પ્રભાવિત થઈ રહ્યો છે.

સરહદ

જોકે મિઝોરમના સપ્લાય મિનિસ્ટર કે. કાલરિનલિયાનાએ કહ્યુ છે કે, રાજ્ય સરકારે હવે બીજા બે પાડોશી રાજ્યો પાસેથી તેલ, એલપીજી અને ચોખા જેવી વસ્તુઓ મંગાવવાનુ શરૂ કર્યુ છે. મિઝોરમની બોર્ડર મણિપુર તેમજ ત્રિપુરા સાથે પણ જોડાયેલી છે. મિઝોરમે હવે આ રાજ્યોમાંથી પેટ્રોલ ડિઝલ મંગાવવાનુ શરૂ કર્યુ છે.

મંત્રીએ કહ્યુ હતુ કે, મિઝોરમ પાસે ત્રણ મહિના ચાલે તેટલો ચોખાનો જથ્થો છે. રાજ્ય સરકાર દ્વારા આવશ્યક વસ્તુઓ માટે બીજા પાડોશી રાજ્યો સાથે વાત ચાલી રહી છે. આસામ થઈને આવતો સપ્લાય બંધ હોવા છતા રાજ્યમાં જરૂરી વસ્તુઓની અછત હોવાના અહેવાલો મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે 306 આસામમાંથી પસાર થાય છે અને તે મિઝોરમને આસામ થકી દેશ સાથે જોડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ,ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આજથી કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રાનો પ્રારંભ: બારાબાંકીથી શરૂઆત, ત્રણ પ્રતિજ્ઞાઓનું એલાન કરશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

Bansari

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel

આવ ભાઇ હરખા! ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને સાથ આપનાર આ દેશ પણ ગ્રે લિસ્ટમાં, FATFમાં મોદી સરકારને મોટી સફળતા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!