GSTV

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Last Updated on July 28, 2021 by Zainul Ansari

આસામ અને મિઝોરમ સરહદ પર ચાલી રહેલો વિવાદ ઉકેલાય તેવા એંધાણ છે. બંને રાજ્યોના મુખ્ય સચિવે ગૃહ સચિવ અજય ભલ્લા સાથે મહત્વની બેઠક યોજી. જે બાદ બંને રાજ્ય વાતચીતના માધ્યમથી આ વિવાદના સામાધાન માટે તૈયાર થયા છે.

વિવાદિત જગ્યા પરથી બંને રાજ્યોની પોલીસને હટાવવામાં આવશે અને તે જગ્યા પર અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવશે. આસામ મિઝોરમ સીમા વિવાદ મુદ્દે લગભગ અઢી કલાક ચાલેલી આ બેઠકમાં બંને રાજ્યોના મુખ્ય સચિવ ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા.

બંને રાજ્યોની સીમા પર નેશનલ હાઇવે પાસે આવેલી વિવાદિત સ્થળ કેન્દ્રિય અર્ધસૈનિક દળોના વરિષ્ઠ અધિકારીઓના નેતૃત્વમાં સૈનિકો તૈનાત કરાશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો.

આ સિવાય બંને રાજ્યો આગળ પણ આ રીતે વાતચીતના માધ્યમથી સમસ્યાના સામાધાનનો પ્રયાસ શરૂ રાખશે તેમજ પોતપોતાના પ્રશ્નો એકબીજી સમક્ષ રજૂ કરશે. બીજી તરફ આસામ પોલીસે જાહેરાત કરી છે કે જે લોકો પોલીસકર્મીઓને મારનાર લોકો વિશે માહિતિ આપશે તેમને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

Read Also

Related posts

મોદીની સામે મમતા બેનરજી, દીદીએ કહ્યું- રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી

Damini Patel

હું પહેલેથી જ નિશાના પર છું, મારી નિમણૂકને પડકારવા પાછળ બદલાની ભાવના છેઃ અસ્થાનાનો બળાપો

Bansari

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!