GSTV

આસામમાં પૂરના કારણે જનજીવન હાલ-બેહાલ, 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં…42 લાખથી વધુ લોકો પ્રભાવિત

Last Updated on July 16, 2019 by Arohi

આસામમાં પૂરના કારણે જનજીનન હાલ-બેહાલ થયુ છે. આસામના 33માંથી 30 જિલ્લા પૂરની ઝપટમાં આવી ગયા છે. ત્યારે કાઝીરંગા નેશનલ પાર્કનો  92 ટકા ભૂ-ભાગ પૂરના પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં સતત વધારો થવાના કારણે આસામમાં વિનાશ વેરાયો છે.

રાજ્યમાં 4157 ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. અને 42 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. પૂરના કારણે આસામમાં સોમવારે ચાર લોકોના મોત નિપજ્યા. આ સાથે જ રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 15 થઇ ગયો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ સાથે ફોન પર વાત કરી. અને રાજ્યમાં ઉત્પન્ન સ્થિતિ અંગે માહિતી મેળવી. રાજ્યના અનેક વિસ્તારોમાં રાહત અને બચાવ અભિયાનમાં સેનાની મદદ લેવામાં આવી રહી છે. આસામમાં પૂરના કારણે 10 લાખ વધુ પશુ પ્રભાવિત થયા છે. આસામમાં 1986 બાદનું આ સૌથી ભયંકર પૂર છે.

આસામમાં ભીષણ પૂર

  • ૩૩માંથી ૩૦ જિલ્લા પૂરની ઝટપમાં
  • કાઝીરંગા નેશનલ પાર્કમાં જળબંબાકાર
  • ૪,૧૫૭ ગામમાં પૂરના પાણી
  • આસામમાં ૪૨ લાખ લોકો પૂરથી પ્રભાવિત
  • બ્રહ્મપુત્રા નદીમાં ઘોડાપૂર

Read Also

Related posts

ચોમાસું / આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Dhruv Brahmbhatt

રાજકારણ/ હેમંત સોરેન સરકારને ઉથલાવવા માટે થઇ હતી આ મોટી ઓફર: કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ

Bansari

ભારત પ્રવાસે અમેરિકાના વિદેશ મંત્રી: પીએમ મોદી સાથે કરશે મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર કરશે ચર્ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!