અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે સોમવારે સાંજે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.જણાવી દઈએ કે તેમની હાલત પહેલેથી જ નાજુક હતી.આ જ કારણોસર રાજ્યના સીએમ પોતાના ડિબ્રૂગઢના પ્રવાસને અધવચ્ચેથી છોડીને ગુવાહાટી પરત આવ્યા હતા.
Former Assam CM and Congress leader Tarun Gogoi ( in file photo) passes away in Guwahati, announces state health minister Himanta Biswa Sarma pic.twitter.com/UBn3AS2CEF
— ANI (@ANI) November 23, 2020
રાજ્યના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તેમનો કાર્યક્રમ રદ કરીને ડિબ્રૂગઢથી ગુવાહાટી પરત ફરી રહ્યા છે. તેમણે આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું છે કે તરુણ ગોગોઇ મારા પિતા જેવા છે.. તેમણે એક ટ્વિટમાં લખ્યું કે, “આ દરમિયાન, હું તમામ કાર્યક્રમો રદ કરી રહ્યો છું અને ડિબ્રુગઢથી ગુવાહાટી જઈ રહ્યો છું જેથી હું તરુણ ગોગોઇ અને તેમના પરિવાર સાથે રહી શકું. તરુણ ગોગોઇ 2001 થી 2016 સુધી આસામના મુખ્ય પ્રધાન હતા.


રવિવારે ગોગોઈની તબિયતમાં થોડો સુધારો થયો હતો
જો કે, રવિવારે અહેવાલ આપ્યો હતો કે 86 વર્ષીય તરુણ ગોગોઈની તબિયતમાં થોડો સુધારો થયો હતો. ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (જીએમસીએચ) ના સુપરિન્ટેન્ડન્ટ અભિજીત સરમાએ કહ્યું હતું કે, તેઓ અડધા સભાન છે. કોવિડ -19 ને કારણે કોંગ્રેસના પીઢ નેતાને 2 નવેમ્બરના રોજ જીએમસીએચમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરમાએ પત્રકારોને કહ્યું હતું કે ડોકટરોએ તમામ પરીક્ષણો પુનરાવર્તિત કર્યા હતા, જેમાં શનિવારની તુલનામાં તેમની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. તેમણે આગળ કહ્યું, અમે શનિવાર રાત્રે કહ્યું હતુ કે, તેમના માટે 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ હતા. જો કે આખરે તે જિંદગી સામે જંગ હારી ગયા હતા.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત