GSTV
Gujarat Government Advertisement

મુખ્યમંત્રીએ એક મહિનાની સિદ્ધિઓ ગણાવી, વિકાસ કરવો હોય તો ફેમિલી પ્લાનિંગ કરો

મુખ્યમંત્રી

Last Updated on June 11, 2021 by Damini Patel

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ શપથ ગ્રહણ કર્યાના એક માસ પછી સરકારની સિદ્ધિ ગણાવી હતી. એ વખતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે મુસ્લિમોએ જો વિકાસ કરવો હોય અને આર્થિક રીતે પ્રગતિ કરવી હોય તો વસતિ નિયંત્રણ લાગુ કરવું પડશે. ફેમિલી પ્લાનિંગ વગર વિકાસ શક્ય નથી.

હેમંત બિસ્વા સરમાએ મુસ્લિમ આગેવાનોને આત્મ નિરીક્ષણ કરવાની સલાહ આપીને કહ્યું હતું કે મુસ્લિમોની ગરીબી પાછળ સૌથી મોટું કારણ વસતિ છે. તે ઉપરાંત શિક્ષણ ઓછું છે એ પણ એક કારણ છે. આ બંને બાબતો પર ધ્યાન આપવાથી આસામના મુસ્લિમો આર્થિક રીતે અને સામાજિક રીતે સદ્ધર થશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુંઃ સરકાર બધા જ ગરીબોનું ધ્યાન રાખશે, પરંતુ તેમણે વસતિ નિયંત્રિત કરવી પડશે. વસતિ વધતી જશે તો આર્થિક બદહાલી વધશે. ગરીબી માટે શિક્ષણનો અભાવ અને વધતી વસતિ જવાબદાર છે. મુસ્લિમ સમુદાયની મહિલાઓને શિક્ષણ મળે તે પણ ખૂબ જ જરૃરી છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યની સરકાર મંદિરો અને જંગલોની જમીન ઉપર દબાણ કરનારાને આકરો દંડ આપશે. આવા દબાણોને કોઈ પણ રીતે ચલાવી લેવાશે નહીં. હેમંત બિસ્વા સરમા આસામના મુખ્યમંત્રી બન્યા તેને એક માસ થયો હોવાથી તેણે સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. હેમંત બિસ્વા સરમા અગાઉની સરકારમાં શિક્ષણ મંત્રી હતા અને એ વખતે રાજ્યમાં મદરેસા બંધ કરવાનો નિર્ણય લઈને તેમણે ચર્ચા જગાવી હતી.

Gujarat Government Advertisement

Related posts

હદ છે હોં/ મુંબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ દર્દીની આંખ ઉંદર કોતરી ગયા, હોસ્પિટલ તંત્ર પણ ચોંકી ગયું કે આ શું થઈ ગયું…..

pratik shah

‘હું ઊંઘી નથી શકતી રાત-દિવસ રડ્યા કરું છું મને પિતાથી આઝાદી જોઈએ’ Britney Spears એ કરી માંગ

Pritesh Mehta

હવે તો હદ થઈ/ મોબાઈલ વાપરતાં સનકી તાનાશાહ કિમ જોંગે 10 નાગરિકોને આપી મોતની સજા, દેશભરમાં પાડ્યા હતા દરોડા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!