GSTV
Home » News » નાગરિકતા બિલ પર હોબાળો હિંસામાં ફેરવાયો : અસમમાં ઉગ્ર પ્રદર્શન, 5000 જવાનો મોકલાયા

નાગરિકતા બિલ પર હોબાળો હિંસામાં ફેરવાયો : અસમમાં ઉગ્ર પ્રદર્શન, 5000 જવાનો મોકલાયા

નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ધ અસમમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે અને રાજ્ય સચિવાલય નજીક વિદ્યાર્થીઓના સમુહ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સચિવાલય તરફ જતા જોવા મળ્યા. જ્યારે અન્ય ગૃપો ગણેશગુરી ક્ષેત્ર સુધી પહોંચી ગયા જેનાથી સચિવાલય માત્ર 500 મીટરના અંતરે જ છે. આ ઘટનાક્રમ બાદ અસમ અને ત્રિપુરાના ઘણાં વિસ્તારોમાં સેના તૈનાત કરી દેવામાં આવી છે.

પાંચ હજાર જવાનો પૂર્વોત્તર ભારત મોકલવામાં આવ્યા

ગૃહ મંત્રાલયના અધિકારીઓ પ્રમાણે નાગરિકતા વિધેયકને લઈને વિરોધને ધ્યાનમાં રાખી શાંતિ જળાવાઈ રહે તે માટે અર્ધ સૈનિક દળોના પાંચ હજાર જવાનો પૂર્વોત્તર ભારત મોકલવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ જીએસ રોડ પર અવરોધને તોડી નાખ્યો જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. તેમજ ટીયર ગેસના સેલ પણ છોડ્યા, જેના વિદ્યાર્થીઓએ ઉઠાવીને પોલીસકર્મી પર સામા ફેંક્યા.

પથ્થરમારામાં એક પત્રકાર ઘાયલ


વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમના માંથી ઘણાં લાઠીચાર્જમાં ઘાયલ થયાં. તેમણે કહ્યું સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં બર્બર સરકાર છે. જ્યાં સુધી બીલ પરત લેવામાં નહી આવે ત્યાં સુધી અમે કોઈ દબાવમાં નહી આવીએ. ગુહાવાટી સિવાય દિબ્રુગઠ જિલ્લામાં પ્રદર્શનકારીઓની ઝડપ થઈ અને પથ્થરમારામાં એક પત્રકાર ઘાયલ થયાં.


અસમમાં નાગરિકતા સંશોધન વિધેયક વિરુદ્ધ મોટાપાયે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પૂર્વોત્તર સીમાંત રેલવેએ બુધવારે ઘણી ટ્રેનોન રદ્દ કરી દીધી અને કેટલીક ટ્રેન રિશેડ્યૂલ કરવામાં આવી જે રાજ્યામાંથી પસાર થાય છે. NAF રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી સુભાન ચંદાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઓછામાં ઓછી 14 ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અથવા તો ટ્રેનના ઓપરેશનમાં ગડબડીની આશંકા છે. તેમાંથી આઠ ટ્રેન તો સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવી છે જ્યારે અન્યને ગંતવ્ય સ્થળ પહેલાં જ રોકી લેવામાં આવી છે.

READ ALSO


Related posts

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

ઓવૈસીના મંચ પર અચાનક ધસી આવેલી યુવતીએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!