GSTV
Home » News » 50 વર્ષ, 2,823નાં મોત છતાં આ વિવાદ અમિત શાહે એક પણ ગોળી છોડ્યા વિના ઉકેલી દીધો!

50 વર્ષ, 2,823નાં મોત છતાં આ વિવાદ અમિત શાહે એક પણ ગોળી છોડ્યા વિના ઉકેલી દીધો!

પૂર્વોત્તરમાં અલગાવવાદને બંધ કરવામાં મોદી સરકારને સૌથી મોટી સફળતા મળી છે. આજે અમિત શાહની હાજરીમાં અસમ સરકાર સાથે એક કરાર થયા છે. બોડોલેન્ડની ઘણા સમયથી માગણી કરાઈ રહી હતી. પૂર્વોત્તરમાં એક અલગ રાજ્યની માગણીનો વિવાદ પૂર્ણ થવાની સંભાવના છે. અસમમાં ઘણા સમયથી બોડોલેન્ડની માગણી કરતા 4 સમૂહોએ હિંસા છોડવાનો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં એનડીએફબીએ એક કરાર કર્યો છે. જેમાં તે હવે અલગથી બોડોલેન્ડની કયારેય માગ નહીં કરે.


નેશનલ ડોમોક્રેટિક ફેડરેશન ઓફ બોડોલેન્ડની આગેવાનીમાં અલગ રાજ્યની માગ કરાઈ રહી હતી. જોકે, સરકાર આ બાબતે ન ઝૂકતાં હવે તસવીર બદલાઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ભારત સરકાર અને અસમ સરકાર તેમજ બોડો સંગઠનના 4 સમૂહો વચ્ચે એક કરાય થયો છે. જે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત છે. વર્ષ 1987થી આ આંદોલન હિંસક બન્યું છે. જેમાં 2,823 નાગરિકોના મોત થયા છે. 949 બોડો નાગરિકો અને 239 સુરક્ષા જવાનો આ સંઘર્ષમાં મોતને ભેટ્યા છે.

સરકારે પણ કેટલીક માગણીઓ સ્વીકારી

સરકારે પણ બોડો સમૂહની કેટલીક માગણીઓનો સ્વીકાર કર્યો છે. જેમાં અલગ યુનિ. રાજનીતિક પુરાવાઓ, બોડો ભાષાનો વિસ્તાર કરવા માટે સરકારે સહમતી આપી છે. આ સમયે એનડીએફબીના રંજન દૈમિરી, ગોવિંદા બાસુમૈત્રી, ધીરેન બોરે અને સારોગૈરા સહિતના પ્રતિનિધીઓ હાજર હતા.

ગણતંત્ર દિવસે જ અસમમાં 5 ઘડાકા

કેન્દ્રીય ગૃહમંત્રાલય અને બોડો સંગઠન વચ્ચે આ કરાર એવા સમયે થયો છે જ્યારે પ્રથમ દિવસે જ અસમના 8 પ્રતિબંધિત સંગઠનો અને 644 ઉગ્રવાદીઓએ પ્રદેશના સીએમ સોનોવાલ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. જેમનો સંબંધ ઉલ્ફા, આરએનએલએફ, કેએલઓ અને સીપીઆઈ, એનએસએલએ અને એડીએએફ સાથે હતો. બોડો સંગઠનો બ્રહ્મપુત્ર નદીના ઉપરના હિસ્સાની અલગ રાજ્યની માગ કરી રહ્યાં હતા. અલગાવવાદીઓએ અલગ ભાષા અને સંસ્કૃતિની માગ કરી હતી. જેઓ વર્ષોથી સરકાર સામે લડાઈ લડી રહ્યાં હતા. ગણતંત્ર દિવસે જ અસમમાં 5 ઘડાકા થયા હતા. જેની જવાબદારી ઉલ્ફાએ લીધી હતી.

Related posts

રાતોરાત જજની બદલી થઈ જતા પ્રિયંકાએ મોદી સરકારને લીધી આડેહાથ, ‘સરકાર ન્યાયનું મોં બંધ કરવા માગે છે’

Mayur

બિહારમાં ભાજપ માટે ચૂંટણી પહેલા ઘેરાયા ચિંતાના વાદળો, નીતિશની વિપક્ષનેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત

Mayur

બાળકો માટે શરૂ થશે ‘લાફિંગ ક્લાસ’, દેશની સીબીએસઈ, આઈસીએસઈ ઈન્સટીટ્યૂટનું નવતર પગલું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!