GSTV

ભાજપ ભરાયો/ સીએમનો મામલે એવો ગૂંચવાયો કે શાહ બાદ હવે મોદી થયા એક્ટિવ, બે નેતાઓની સીએમ બનવા જીદ

સરકાર

Last Updated on May 8, 2021 by Bansari

ભાજપે આસામમાં ચૂંટણી તો જીતી લીધી પણ હવે મુખ્યમંત્રીપદનો મુદ્દો માથાનો દુઃખાવો બન્યો છે. સર્બાનંદ સોનોવાલ અને હિમંત બિશ્વ સરમા બંને મુખ્યમંત્રીપદની જીદ પર અડી જતાં પરિણામોના ચાર દિવસ પછી પણ ભાજપ કોને મુખ્યમંત્રી બનાવવા એ નક્કી કરી શક્યો નથી. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એ બે મોટાં રાજ્યોમાં મુખ્યમંત્રીએ શપથ લઈને સરકાર પણ રચી નાંખી ત્યારે ભાજપ હજુ મુખ્યમંત્રીપદને મામલે ગોથાં ખાઈ રહ્યાં છે.

સૂત્રોના મતે, મોદી સોનોવાલને રીપીટ કરવા માગે છે પણ સરમા માનતા નથી તેથી કોકડું ગૂંચવાયું છે. આ કોકડું ઉકેલવા ગુરૂવારે અમિત શાહના ઘરે જે. પી. નડ્ડા સહિતના ટોચના નેતાઓની બેઠક મળી હતી. તેમા સરમાને સમજાવવા ભારે પ્રયત્નો થયા પણ એ ના માનતાં હવે મામલો મોદી પાસે ગયો છે.

ભાજપનાં સૂત્રોના મતે, સરમાએ ૩૦થી વધુ ધારાસભ્યોનો પોતાને ટેકો હોવાનો દાવો કર્યો છે. હાઈકમાન્ડે ખાનગીમાં મંગાવેલા રીપોર્ટમાં આ દાવામાં દમ લાગ્યો છે. સરમાનો ઈતિહાસ પક્ષપલટાનો છે તેથી ભાજપ સરમાને કોરાણે મૂકતાં ડરી રહ્યો છે.

Read Also

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!