GSTV
Home » News » ભારતીય ક્રિકેટરોને જાનથી મારી નાખવાની ધમકી, BCCIને મોકલ્યો ધમકી ભર્યો મેલ

ભારતીય ક્રિકેટરોને જાનથી મારી નાખવાની ધમકી, BCCIને મોકલ્યો ધમકી ભર્યો મેલ

મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડ (ATS) આસામથી એક શખ્સની ધરપકડ કરી છે. રિપોર્ટસ અનુસાર ધરપકડ કરાયેલા શખ્સે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને ઈમેલ મોકલ્યો હતો. આ ઈમેલમાં આ શખ્સે ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડીયોને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આરોપીએ 16 ઓગસ્ટે ઈમેલ મોકલ્યો હતો. BCCIએ આ સંબધિત મામલામાં પોલીસને સૂચના આપી હતી. ત્યાર બાદ (ATS)એ આ મામલાની ગંભીરતાને જાણીને તપાસ શરૂ કરી હતી.

(ATS) એ આસામથી એક શખ્સની કરી ધરપકડ

કેસની ફરિયાદ બાદ સાયબર નિષ્ણાંતોએ આરોપી વ્યક્તિને શોધી કાઢ્યો

કેસની ફરિયાદ બાદ સાયબર નિષ્ણાંતોએ આરોપી વ્યક્તિને શોધી કાઢ્યો હતો. આરોપીનું નામ બ્રજ મોહન દાસ છે. આરોપી વ્યક્તિ આસામના મોરીગાંવના શાંતિપુર-સહારનપુર વિસ્તારમાં રહે છે. એટીએસની ટીમ આરોપી જ્યાં રહેતો હતો તે સ્થળ માટે રવાના થઈ. આરોપી વ્યક્તિને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે આરોપીને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

કેસની ફરિયાદ બાદ સાયબર નિષ્ણાંતોએ આરોપી વ્યક્તિને શોધી કાઢ્યો હતો. આરોપીનું નામ બ્રજ મોહન દાસ છે. આરોપી વ્યક્તિ આસામના મોરીગાંવના શાંતિપુર-સહારનપુર વિસ્તારમાં રહે છે. એટીએસની ટીમ આરોપી જ્યાં રહેતો હતો તે સ્થળ માટે રવાના થઈ. આરોપી વ્યક્તિને ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે આરોપીને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

આ દિવસોમાં ભારતની ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે, જ્યાં ગુરુવારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ શ્રેણી રમાશે. અગાઉ, બીસીસીઆઈને સમાચાર મળ્યા હતા કે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ટીમ જોખમમાં છે. જોકે પાછળથી આ માહિતી નકલી હોવાનું જણાયું હતું. આ પછી, ભારતીય ક્રિકેટ ટીમની ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

ખરેખર, તે ધમકી સીધી ભારતીય ટીમે મળી નહોતી પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા મળી હતી. અહેવાલો અનુસાર પીસીબીને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં ભારતીય ટીમમાં હુમલો થયો હોવાની આશંકા હતી. પીસીબીએ તે ઈ-મેલ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ને મોકલ્યો હતો. બીસીસીઆઈએ ગૃહ મંત્રાલયને આ માહિતી આપી હતી.

READ ALSO

Related posts

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!