GSTV
Home » News » ભારે કરી : આસામમાં એઆઈયૂડીએફના ધારાસભ્ય પણ એનઆરસી લિસ્ટમાંથી બહાર

ભારે કરી : આસામમાં એઆઈયૂડીએફના ધારાસભ્ય પણ એનઆરસી લિસ્ટમાંથી બહાર

આસામમાં એઆઈયૂડીએફના ધારાસભ્ય અનંત કુમાર માલો પણ એનઆરસી લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. એનઆરસીના સમન્વયકે જણાવ્યું કે આ યાદીમાં તે લોકો સામેલ છે જેઓએ કોઈ દાવો નથી કર્યો. તેઓએ એમ પણ કહ્યું કે જે લોકો આ વ્યવસ્થાથી સહમત નથી તેઓ ટ્રિબ્યૂનલમાં અપીલ કરી શકે છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક રાજ્યોમાં કલમ 144 લગાવવામાં આવી છે. જે લોકોના નામ અંતિમ યાદીમાં નથી તેમની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે કેટલાંક એવા લોકો પણ છે જેમના પરિવારના કેટલાંક સભ્યોના નામ તો આ લિસ્ટમાં છે પરંતુ કેટલાંક સભ્યોના નામ ગાયબ છે.

એક મહિલાની સમસ્યા એવી છે કે તેનું નામ એનઆરસી યાદીમાં છે પરંતુ તેની બે પુત્રીઓ લિસ્ટમાંથી બહાર છે. તો આસામના કરીમગંજમાં રહેતા બિમલ ચૌધરી ભારતીય સેનામાં હવાલદાર તરીકે 20 વર્ષ રહ્યાં, પરંતુ હવે તેમનું નામ પણ એનઆરસી લિસ્ટમાં નથી. 1981થી 1999 સુધી સેનામાં રહ્યાં બાદ હાલ તેઓ આસામ પોલીસમાં કાર્યરત છે પરંતુ હવે તેમનું નામ એનઆરસીમાં ન હોવાથી તેઓ ભારતીય નાગરિક નથી.

READ ALSO

Related posts

વાયરલ Video : ચોરે કારના કાચ પર ફેંકી ઈંટ પછી મળ્યો એવો પાઠ કે….

pratik shah

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari

આ વર્ષની દિવાળી ધમાકેદાર રહેશે : ભારત-નેપાળ બોર્ડર પર આતંકીઓની વાતચીતથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!