GSTV

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા માલગાડીનાં સાત ડબ્બા

આસામના ડિબ્રૂગઢમાં નાહરકટિયા રેલવે સ્ટેશનની પાસે રવિવારે માલગાડી દૂર્ઘટનાગ્રસ્ત થઈ છે. માલગાડી તિનસુકિયા જઈ રહી હતી. તો આ ઘટનાને પગલે માલગાડીના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. દૂર્ઘટના એટલી જોરદાર હતી કે રેલના પાટા ઉખડી ગયા હતા અને તેની વચ્ચે લાગેલા સ્લીપર ચૂર ચૂર થઈ ગયા હતા.

તો મામલાની ગંભીરતાને જોતા ઘટના સ્થળે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા હતા. દૂર્ઘટના સમયે રેલવે લાઈન પર અન્ય ટ્રેનની અવરજવરમાં ભારે મુશ્કેલી પડી હતી. જો કે આ અકસ્માત કયા કારણસરથી થયો તે અંગે કોઈ માહિતી મળી નથી.

READ ALSO

Related posts

જીવલેણ વાયરસ/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 85 હજાર કેસો આવ્યા સામે, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 63 લાખ નજીક

pratik shah

તમારા કામનું/ LPG સિલિન્ડરના ભાવથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ સુધી બદલાઇ ગયાં છે આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Bansari

વેપારીઓએ હવે આજથી છૂટક મીઠાઈઓ પર લખવી પડશે એક્સપાઈરી ડેટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!