GSTV

ભડકે બળતું આસામ : 3નાં મોત : ફ્લાઇટ-ટ્રેનો રદ

Last Updated on December 13, 2019 by Mayur

નાગરિક્તા સુધારા બિલ (સીએબી)લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું છે, પરંતુ પૂર્વોત્તરના રાજ્યો ખાસ કરીને આસામમાં બિલના વિરોધમાં દેખાવો ભયાનક સ્વરૂપ પકડી રહ્યાં છે. આસામમાં સીએબીનો વિરોધ હિંસક બન્યો છે, જેને પગલે ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા. ગુવાહાટીમાં દેખાવોને ધ્યાનમાં લેતાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, પરંતુ હજારો લોકો કર્ફ્યુ તોડીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગુવાહાટી પછી ગુરૂવારે શિલોંગમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેમજ 48 ક્લાક ઈન્ટરનેટ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. દેખાવોના પગલે ગુવાહાટી એરપોર્ટ જતી બધી જ ફ્લાઈટ અને પૂર્વોત્તર જતી બધી જ ટ્રેનો રદ કરી દેવાઈ છે.

બીજીબાજુ પોલીસે લાલુંગગાંવમાં દેખાવો કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ છે. એક વરિષ્ઠ પોલીસ અિધકારીે દાવો કર્યો હતો કે દેખાવકારોએ પોલીસ જવાનો પર પથૃથરમારો કર્યો હતો.અિધકારીએ ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની સંખ્યા જણાવી નથી, પરંતુ દેખાવકારોનો દાવો છે કે ગોળીબારમાં ચાર લોકોને ઈજા પહોંચી છે. ગુવાહાટીમાં દેખાવકારોએ અનિશ્ચિત સમય સુધી લવાગાયેલા કર્ફ્યુનો ભંગ કરી રસ્તા પર ઉતરી આવ્યા હતા.

નાગરિકતા બિલના વિરોધમાં લોકોનો આક્રોશ જોતાં આસામમાં પોલીસ ઉપરાંત આૃર્ધલશ્કરી દળો અને સૈન્ય પણ ખડકી દેવામાં આવ્યું છે. ગુવાહાટી, દિબુ્રગઢ, જોરહાટ અને તિનસુકિયામાં સૈન્યના જવાનોએ ફ્લેગમાર્ચ કરી હતી.આસામ ઉપરાંત ત્રિપુરાના અનેક વિસ્તારોમાં સૈન્ય ગોઠવી દેવાયું છે. ગુવાહાટીમાં દેખાવો ડામવામાં નિષ્ફળ કમિશનર દીપક કુમારને હટાવી દેવાયા છે તેમના સૃથાને મુન્ના પ્રસાદને ચાર્જ સોંપાયો છે.બીજીબાજુ આસામમાં સિૃથતિ થાળે પાડવા માટે કેન્દ્ર સરકારે તેના સૌથી વિશ્વસનીય આસામ કેડરના આઈપીએસ અિધકારી જીપી સિંહને આસામ મોકલ્યા છે. દેખાવાકરોએ બુધવારે રાત્રે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલીના ઘરોને નિશાન બનાવ્યા. ઉપરાંત ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓ તેમજ આરએસએસના કાર્યલાય પર હુમલો કર્યો હતો.  

કામાખ્યા-ગુવાહાટીમાં અનેક પ્રવાસીઓ ફસાયા

નાગરિકતા બિલના વિરોધમાં આસામ અને ત્રિપુરામાં થઈ રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોની અસર હવાઈ અને રેલવે ટ્રેનોના ટ્રાફિક પર પડી છે. રેલવેએ અસામ અને ત્રિપુરા આવતી-જતી બધી જ ટ્રેનો રદ કરી દીધી અને લાંબા અંતરની ટ્રેનોને ગુવાહાટીમાં જ અટકાવાઈ રહી છે. બીજીબાજુ ઈન્ડિગોએ દિબુ્રગઢ જતી-આવતી બધી જ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. કંપનીએ પ્રવાસીઓને તેના માટે વૈકલ્પિક ફ્લાઈટ લેવા આૃથવા રીફન્ડની રજૂઆત કરી છે. સ્પાઈસ જેટે પણ ગુવાહાટી-દિબુ્રગઢ જતી બધી જ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. પૂર્વોત્તર સિમાંત રેલવેના પ્રવક્તા સુભાનન ચંદાએ જણાવ્યું કે સલામતી સિૃથતિને જોતાં ગુરૂવારે વહેલી સવારે નિર્ણય લેવાયો હતો. ત્યાર પછી અનેક પ્રવાસીઓ કામાખ્યા અને ગુવાહાટીમાં ફસાયા હતા. બુધવારે રાત્રે તિનસુકિયાના પનિટોલા રેલવે સ્ટેશન પર આગ ચાંપી દેવાઈ હતી. આથી આ પ્રદેશોમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ (આરપીએસએફધ)ની 12 કંપનીઓ ખડકી દેવાઈ છે.

આસામાના મુખ્યમંત્રી સોનોવાલની લોકોને શાંતિ જાળવવા અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેખાવકારોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ભારપૂર્વક કહ્યું કે તેમની સરકાર પૂર્વોત્તરના રાજ્યોના આદિવાસીઓના અિધકારો જાળવવા માટે કટીબદ્ધ છે. વડાપ્રધાને ટ્વીટ કરી હ્યું હું આસામના મારા ભાઈઓ-બહેનોને ખાતરી આપું છું કે નાગરિકતા બિલ પસાર થયા પછી તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમારા અિધકારો, વિશિષ્ટ ઓળખ અને સુંદર સંસ્કૃતિ કોઈ આંચકી રહ્યું નથી. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે પણ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કેટલાક લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. એવામાં હું સામાન્ય જનતાને શાંતિ જાળવવા અપીલ કરૂં છું.

પક્ષમાં જ વિરોધ : એવોર્ડ વાપસી શરૂ

નાગરિકતા બિલ અંગે હવે ભાજપમાંથી જ વિરોધ ઊભરવા લાગ્યો છે. આ બિલના વિરોધમાં ગુરૂવારે અભિનેતા અને આસામ ભાજપના નેતા જતિન બોરાએ પક્ષના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. બીજીબાજુ વર્ષ 2011માં રાજ્ય સાહિત્ય એકેડમી એવોર્ડથી સન્માનિત શિરીન દલવીએ બિલના વિરોધમાં એવોર્ડ પાછો આપી દીધો છે.

નાગરિકતા બિલ ઈન્ડિયન મુસ્લિમ લીગે સુપ્રીમમાં પડકાર્યું

નાગરિકતા સુધાર બિલ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે. હવે તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર માટે મોકલાશે. જોકે, આ બિલે હવે સુપ્રીમ કોર્ટની પરીક્ષાનો સામનો કરવો પડશે. કેરળની ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે ગુરૂવારે આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. તેનું કહેવું છેકે ધર્મના આધારે નાગરિકતા આપી શકાય નહીં. તેણે સુપ્રીમને આ બિલને ગેરબંધારણીય જાહેર કરી રદ કરવા માગ કરી છે. મુસ્લિમ લીગ તરફથી કોંગ્રેસના નેતા વકીલ કપિલ સિબલ લડશે. બીજી બાજુ કોંગ્રેસે પણ આ બિલને ગેરબંધારણીય જાહેર કરીને સુપ્રીમમાં પડકારવા અંગે વિચારણા ચાલુ હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વમાં 10 અલગ અલગ જૂથોએ આ બિલને પડકારવા માટે તેમનો સંપર્ક કર્યો છે. કેટલાક કોંગ્રેસ નેતાઓએ પણ સંકેત આપ્યા હતા કે તેમનો પક્ષ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

READ ALSO

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!