બ્રેસ્ટથી લઈને બ્લેડર કેન્સર સુધીના દર્દીની સારવારસમાં દર્દ નિવારક દવા એસ્પ્રિન રામબાણ સારવાર સાબિત થઈ શકે છે. આ ખુલાસો હાલમાં જ થયેલી એક સ્ટડીમાં થયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દર્દ નિવારક દવા એસ્પ્રિનના દર બીજા દિવસે વપરાશ કરવાથી બ્રેસ્ટ અને બ્લેડર કેન્સરથી મરનાક લોકોની સંખ્યાને ત્રણ ગણી ઓછી કરી શકાય છે. આ સ્ટડીને અમેરિકાના નેશનલ કેન્સર ઈંસ્ટીટ્યૂટ (NCI) ના સંશોધનકર્તાઓએ પૂર્ણ કરી છ. જણાવી દઈએ કે, એસ્પ્રિનનો ઉપયોગ દુનિયાભરમાં કરોડો લોકો હાર્ટ એટેકથી બચવા માટે કરે છે.
અલગ-અલગ દર્દી પર સર્વે કર્યો
આ રિસર્ચ કેન્સર જેવી બીમારીથી ઝઝૂમી રહેલા અમેરિકાના 1,40,000 પુરુષો અને મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. જેમા મહત્તમ 65 વર્ષથી વધારે ઉંમરના લોકો સામેલ હતા અને તેમને 13 વર્ષ સુધી ટ્રેક કરવામાં આવ્યા હતા. આ સ્ટડીમાં સામેલ ડૉ. હોલી લુમંસ ક્રોપે જણાવ્યું છે કે, અમે અલગ-અલગ દર્દી પર સર્વે કર્યો, તેની સૌથી વધારે પોઝિટિવ અસર બ્રેસ્ટ અને બ્લેડર કેન્સરના દર્દી પર જોવા મળી. જોકે, સંશોધનકર્તાઓએ એસ્પ્રિનના સેવનને લઈને ખોરાકનું પ્રમાણ સંબંધી વાતોનો ખુલાસો કર્યો નથી, પરંતુ યુકેમાં 75MG સુધી જ તેનો વપરાશ કરી શકાય છે.
સોજાને પણ ઓછો કરવામાં સક્ષમ
સંશોધનકર્તાઓએ સ્ક્રિનિંગમાં સામેલ લોકોનો હવાલો આપતા કહ્યું કે, આ રિસર્ચના આધાર પર આપણે કહી શકીએ કે, બ્રેસ્ટ અથવા બ્લેડરના કેન્સરવાળા દર્દી જો અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 વખત એસ્પ્રિન લે છે, તો બીજી દવા લેનાર લોકોની સરખામણીમાં તેમના મોતની સંભાવના 1/4 સુધી ઓછી થઈ શકે છે. એટલું જ નહીં, આ દવા બ્લેડર કેન્સરના કારણે પેટની અંદર થનાર સોજાને પણ ઓછો કરવામાં સક્ષમ છે. સાથે જ એ પણ કહ્યું કે, આ દવાથી ર્હદય રોગ, સ્ટ્રોક, ગૈસ્ટ્રોઈંટેસ્ટાઈનલ કેન્સર અને અન્ય ઘણા પ્રકારની બીમારીથી થનારી મોતના જોખમને ઓછો કરી શકાય છે.
આ રોગમાં કારગર નથી એસ્પ્રિન
રિસર્ચમાં એસ્પ્રિનને લઈને ઘણા ખુલાસાઓ થયા છે. સંશોધનકર્તાઓએ કહ્યું કે, એસ્પ્રિનના સેવનથી એ વાત પણ સ્પષ્ટ થઈ છે કે, ચાર અન્ય રોગ જેવા ગલલેટ, પેટ, અગ્નાશય અથવા ગર્ભ કેન્સર વગેરેની સારવાર અને જોખમને રોકવામાં એસ્પ્રિન કારગર નથી. તેમણે જણાવ્યું કે, એસ્પ્રિનનો ઉપયોગ કરી કેન્સરથી બચાવ થઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી તેના ફાયદા અને નુકસાન પર પણ વિચાર કરવો જરૂરી છે. તેમણે ચેતવ્યા છે કે, દવાનું વધારે સેવન પેટમાં પરેશાની પેદા કરી શકે છે. આ સ્ટડી જામા નેટવર્ક ઓમનમાં પણ પ્રકાશિત થઈ છે.
READ ALSO
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ