GSTV

#AskSRK શું તમે પણ અમારી જેમ બેરોજગાર થઇ ગયા? ફેનના સવાલ પર કિંગ ખાને આપ્યો મજેદાર જવાબ

Last Updated on June 25, 2021 by Pritesh Mehta

બોલીવુડના સૌથી મોટા સુપર સ્ટાર ગણાતા શાહરુખ ખાન શુક્રવારે ફેન્સ સાથે આમનેસામને થયા  હતા. #AskSRK દ્વારા કિંગખાને પોતાના ફેન્સના સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમ્યાન એક યુઝરે શાહરુખને પૂછી લીધું કે શું તે પણ બેરોજગાર થઇ ગયા છે? તો આ સવાલનો શાહરૂખે રસપ્રદ જવાબ આપ્યો હતો.

AskSRK

શું બેરોજગાર થઇ ગયા શાહરૂખ ખાન?

#AskSRK દરમ્યાન એક ફેને ટ્વીટ કરીને પૂછ્યું હતું કે શું તમે પણ બેરોજગાર થઇ ગયા છો સર અમારી જે? તો આના જવાબમાં શાહરૂખે પણ મજેદાર જવાબ આપતા લખ્યું, “જે કઈ નથી કરતા.. તે..” શાહરુખ પોતાની હાજર જવાબી માટે જાણીતા છે. બેરોજગારી પર તેમના દ્વારા આપવામાં આવેલ આ જવાબે લોકોનું દિલ જીતી લીધું. આમ તો આ પહેલી વાર નથી કે કિંગ ખાને આગામી પ્રોજેક્ટ માટે સવાલ કરવામાં આવી રહ્યો હોય. આ પહેલા પણ ફેન્સ સાથે તેઓ ઈન્ટરેક્શન કરતા રહે છે જેમાં તેમને આ પ્રકારના સવાલો પણ પૂછવામાં આવે છે. દરેક ઇન્ટરવ્યૂમાં કિંગખાને આ સવાલ કરવામાં આવે છે. દરેક શાહરુખને ફરી એકવાર રૂપેરી પડદે જોવા માંગે છે.

#AskSRKમાં પૂછે છે કિંગખાનને સવાલો

એક ફેને શાહરૂખને પૂછ્યું કે કોરોના કાળને કારણે હાલ ફિલ્મો રિલીઝ નથી થઇ રહી તો તેવામાં ડાન્સ નંબર અંગે તેમનો શું વિચાર છે? તેના પર શાહરૂખે રિએક્ટ કરતા કહ્યું હતું કે નહિ યાર હવે તો ઘણી બધી ફિલ્મો જ આવશે.

શાહરુખી છેલ્લી ફિલ્મ ઝીરો વર્ષ 2018માં આવી હતી. આ ફિલ્મમાં શાહરુખની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ હતા જોકે આ ફિલ્મ પોતાના નામની જેમ બોક્સ ઓફિસ પર પણ ઝીરો સાબિત થઇ હતી. બેક ટૂ બેક ફ્લોપ ફિલ્મો આપવા છતાં શાહરૂખે પોતાની આગામી ફિલ્મ પસંદ કરવા માટે ઘણો સમય લગાવી દીધો. તેમની આગામી ફિલ્મ પઠાન છે. જેમાં તેઓ એક રૉ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ફેન્સ કિંગ ખાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!