GSTV
Gujarat Government Advertisement

વિજય રૂપાણીને પૂછ્યું અલ્પેશ ભાજપમાં જોડાવાનો છે ? જવાબ મળ્યો, ‘અલ્પેશને પૂછો’

rupani rupani on alpesh

Last Updated on March 8, 2019 by Alap Ramani

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. ગુજરાતના રાજકારણના બે એવા નામ કે જેમના વિના હાલ ગુજરાતનું રાજકારણ અધૂરુ ગણાય. અલ્પેશ અને હાર્દિક આ બંને નેતાઓ આંદોલનમાંથી ઉભર્યા બાદમાં હાર્દિકે કોઈ પાર્ટી સાથે જોડાવાનું નક્કી ન કર્યું પણ અલ્પેશે લોકસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના હાથ સાથે હાથ મિલાવી લીધો. જો કે બાદમાં આ બંને યુવા નેતાઓ ભાજપને સીટ સિવાય કોઈ મોટું નુકસાન ન કરી શક્યા.

hardik patel congress news

ફરી ગુજરાતમાં ભાજપની સરકાર આવી ગઈ. આ વચ્ચે હવે લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ ફરી જોડવા તોડવાની નીતિની સર્જિકલ સ્ટ્રાઈકની મોસમ પૂરબહારમાં ખીલી છે. ગઈકાલથી અલ્પેશ ભાજપમાં જોડાવાનો હોવાની અને તેને મસમોટું પદ ઓફર કરવાની વાતો ચાલી રહી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસ કાર્યકારીણીની બેઠકમાં હાર્દિક પટેલને પોતાના પક્ષમાં સમાવી કોંગ્રેસ ભાજપને પંજો મારવાની ફિરાકમાં બેઠુ છું.

આ વચ્ચે સત્તામાં રહેલી ભાજપની પાર્ટી કંઈ બોલી નથી રહી. ભાજપ મૌન છે. પણ જ્યારે વાયુવેગે અલ્પેશ ભાજપમાં જોડાવાનો હોવાની વાતો ફેલાઈ ત્યારે વિજય રૂપાણીને આ અંગે પૂછવામાં આવ્યું. રૂપાણી સાહેબનો જવાબ કંઈક એવો હતો કે તમે અલ્પેશને જ પૂછો. એટલે કે મુખ્યમંત્રીએ અલ્પેશના ભાજપમાં જોડાવા હોવાને લઈ મૌન સેવ્યું. તો અદ્દલ આશા પટેલ અને તે પહેલા કોંગ્રેસના જ નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા ત્યારે નિયમ પ્રમાણે નીતિન ભાઈએ એ વાત ઉચ્ચારેલી કે, ભાજપના દરવાજા તમામ પાર્ટી માટે ખુલ્લા છે. આજે પણ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે એવું જ કહ્યું કે, તમામ લોકો માટે ભાજપના દરવાજા ખુલ્લા છે. આમને આમ કોંગ્રેસ મુક્ત ભારતમાં લાગેલી ભાજપની સરકાર હવે કોંગ્રેસ યુક્ત થતી જઈ રહી છે.

આ નેતાઓ જોડાવાની વાતો વાયુવેગે ફેલાઈ

અત્યાર સુધી એ વાતનું સસ્પેન્સ હતું કે અલ્પેશ સાથે ક્યા બે નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, પણ હવે એ વાત પરથી પણ ધીમે ધીમે પડદો ઉઠી રહ્યો હોવાની સુત્રો તરફથી માહિતી મળી રહી છે. ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટાની મોસમ ખિલવાના એંધાણ વર્તાય રહ્યા છે. ચર્ચા છે કે ઠાકોર સમાજના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. આ સાથે જ કોંગ્રેસમાંથી ભાજપના બેડામાં બીજા બે ધારાસભ્યો કેસરીયો ખેસ ધારણ કરવાના હોવાની શક્યતા સેવાઈ રહી છે.

Alpesh Thakor bjp

જેમાં એક છે ભરત ઠાકોર અને બીજા છે ધવલ ઝાલા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધવલ ઝાલા ટુંક સમયમાં સાબરકાંઠાની સીટ પરથી ભાજપ ચૂંટણી લડાવી શકે છે. તો બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે, અલ્પેશને કેબિનેટનું પદ આપતા સંસદીય સચિવ બનાવી શકાય છે. જોકે, કોંગ્રેસના નેતાઓ આ બાબતને માત્ર અફવા ગણાવી રહ્યાં છે. આ અંગે અલ્પેશ ઠાકોરે પણ આ બાબતો પાયાવિહોણી હોવાનું જણાવીને આવતીકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસાઓ કરવાનું જણાવ્યું છે. હવે કાલે જ આ અંગે સ્પષ્ટ વિગતો બહાર આવી શકે છે.

નથી જોડાવાના ભાજપમાં

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના 5થી વધારે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની માહિતી મળી રહી છે. પણ કોંગ્રેસના આ પાંચમાંથી 4 ધારાસભ્યોએ વાતને નકારી કાઢી હતી. ઉપરથી અલ્પેશ ઠાકોર ને તો સંસદીય સચિવનું પદ મળવા હોવાની વાત પણ ફેલાઈ હતી, જેનો અલ્પેશે કડક શબ્દોમાં વિરોધ કરી આ વાત માત્ર અફવા હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વાતો તો મને મીડિયાના મિત્રો પાસેથી જાણવા મળે છે. અલ્પેશે સાફ શબ્દોમાં શું કહ્યું તે નીચેના વીડિયોમાંથી જાણી શકાશે.

આ વચ્ચે લલિત વસોયાનું નામ પણ ભાજપમાં સમાવેશ થવાનું હોવાથી આવતા ગરમા ગરમીનો માહોલ થઈ ગયો હતો. કારણ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટું નામ ધરાવતા લલિત વસોયા જોડાય તો કોંગ્રેસની કમર ભાંગી જાય. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રનો કોઈ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો નથી. લલિત વસોયાએ જણાવ્યું કે, હાલ અમારા જે ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અફવાહ ફેલાઇ રહી છે તે ખોટી, અને જ્યાં સુધી વાત મારી છે તો હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું. ભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા પસંદ કરીશ.

Lalit Vasoya on alpesh

તો અલ્પેશ ઠાકોર સાથે જે નેતાનું નામ સામે આવ્યું હતું તેમાંના ધવલ ઝાલાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. ખબરો હતી કે ધવલ ઝાલાને સાબરકાંઠાની બેઠક પરથી ભાજપ લડાવશે. ત્યારે આ સંદર્ભે ધવલ ઝાલાએ કહ્યું હતું કે, હાલ મારા વિશે જે વાતો ફેલાઇ રહી છે તે અફવાહ છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ. તો કિરીટ પટેલે પણ પોતાનું નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે કહ્યું કે, ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. હું ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહી તોડું. હું કોંગ્રેસમાં જોડાયેલો રહીશ. હું ભાજપની કોઇ ધાક ધમકીને વશ થઇશ નહીં.

Dhaval Sinh

કોંગ્રેસના 5થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસણાએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટીમાં સૌ કોઇનું સ્થાન છે. અમારી પાર્ટીમાં આવનારને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રાંતના પ્રમુખે પણ આવકાર્યા છે. આજે જ્યારે દેશમાં પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે અને દેશનું માથું ઉંચુ થઈ રહ્યું છે ત્યારે તેને જોઈ કોઈ પણ આવી શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશ ખબર: સામાન્ય માણસની ચિંતામાં થશે ઘટાડો, જલ્દી મળી શકે છે સસ્તી વીજળી: સરકાર લાવી રહી છે નવો પ્લાન!

pratik shah

ટ્રેન રોકો આંદોલન / અમરીશ ડેરના સમર્થકોનો અનોખો વિરોધ, રેલ્વેની જમીનનો વિવાદ બન્યો વધુ ઉગ્ર

Dhruv Brahmbhatt

ચેતવા જેવું/ ચાર રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આવ્યા કેસ, જાણો કેટલો ખતરનાક છે આ નવો મ્યૂટન્ટ !, રહો સાવધાન,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!