GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

‘અમે વિદેશી સહાય મેળવીને ખીણમાં પ્રદર્શન કરાવતા હતાં’, કાશ્મીરનાં આ અલગાવવાદી નેતાએ સ્વીકાર્યુ

જમ્મુ-કાશ્મીરનાં અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીએ મોટો ધડાકો કરતાં સ્વીકાર્યુ કે, અમે વિદેશી સ્ત્રોતો પાસેથી ફંડ મેળવીને કાશ્મીર ખીણમાં સૈન્ય અને સરકારની વિરૂદ્ધ મહિલાઓ પાસે પ્રદર્શન કરાવતા હતાં. આસિયાએ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ની પુછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો છે. સમાચાર એજન્સી એનઆઇએનાં જણાંવ્યા પ્રમાણે તપાસ દરમિયાન આસિયા અંદ્રાબીએ જણાવ્યું કે, તે વિદેશી સહાય, દાન, ફંડ મેળવતી હતી. જેનાં બદલામાં તેની સંસ્થા દુખ્તારન-એ-મિલ્લત કાશ્મીર ખીણમાં મહિલાઓને વિરોધ કરવા માટે દુષ્પ્રેરિત કરતી હતી.

તપાસ સંસ્થા એનઆઇએનાં જણાંવ્યા પ્રમાણે આસિયા અંદ્રાબીએ સ્વીકાર કર્યો છે કે, તે વિદેશી સ્ત્રોત પાસેથી દાન-ધન એકઠું કરતી હતી. તેમજ તેનું સંગઠન દુખ્તારન-એ-મિલ્લત ખીણમાં મહિલાઓનાં પ્રદર્શનનું આયોજન કરતી હતી.

એનઆઇએનાં કહ્યા પ્રમાણે, “અલગાવવાદી લીડર આસિયા અંદ્રાબીને અમુક પુરાવા પણ દેખાડવામાં આવ્યાં”, જે 2011માં મલેશિયામાં અભ્યાસ કરતાં તેનાં પુત્રની ફંડિગ સાથે સંબંધ ધરાવતા હતાં. તેનાં દિકરાનાં અભ્યાસનો તમામ ખર્ચો ઝહુર વટાલીએ આપ્યો હતો. અગાઉ જેની ટેરર ફડિંગ મામલે ધરપકડ કરવામાં આવી હતી.

NIAએ પોતાનાં બયાનમાં મુસ્લિમ લીગ નેતા મસરત આલમનો હવાલો આપતા જણાંવ્યું હતું કે, તેણે એનઆઇએ અધિકારીઓને કહ્યું હતું કે પાકિસ્તાન સમર્થિત એજન્ટે વિદેશમાંથી ધન એકત્ર કર્યુ હતું. તેમજ હવાલા ઓપરેટર્સનાં માધ્યમથી જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવ્યો હતો. મસરત આલમ કાશ્મીર ખીણમાં પત્થરબાજો અને હિંસક આંદોલનનો તથાકથિત પોસ્ટર બોય હતો.

READ ALSO

Related posts

કોરોના વેક્સિનને લઈને આવ્યા સારા સમાચાર, અમેરિકન કંપનીની રસી ત્રીજા તબક્કાના અંતિમ ટ્રાયલમાં

Karan

સરકારી કંપનીનો ચોખ્ખો નફો 47 ટકા ઘટીને રૂ. 1,910.84 કરોડ થયો, મોદી સરકારમાં ખોટમાં જઈ રહી છે કંપનીઓ

Dilip Patel

SBIનો પ્રથમ ક્વાર્ટરનો ચોખ્ખો નફો 81 ટકા વધીને રૂ. 4,189 કરોડ થયો, કોરોનામાં સરકારી બેંકને ફાયદો જ ફાયદો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!