GSTV
India News ટોપ સ્ટોરી

સોપોરમાં છુપાયેલો મોસ્ટ વોન્ટેડ આતંકી આસિફ ઠાર

જમ્મુ કાશ્મીરના સોપોરમાં લશ્કરનો મોસ્ટ વોન્ડેટ આતંકી આસિફ ઠાર મરાયો છે. અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસને બે જવાન ઘાયલ થયા છે. આતંકી આસિફ સોપોરમાં છુયાપો હતો. જે અંગેની જમ્મુ કાશ્મીર પોલીસને બાતમી મળી હતી. આસિફ પર સોપોરમાં ફ્રુટના વેપારી પર હુમલો અને ગોળીબાર કરવાનો આરોપ હતો. તેણે ગોળીબારમાં એક બાળકીને પણ ઘાયલ કરી હતી. ત્યારે જમ્મુ કાશ્મીર પોલીસે આતંકી આસિફનો ખાત્મો બોલાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આસિફ અનેક આતંકવાદી ઘટનાને અંજામ આપવામાં સામેલ હતો. ત્યારે પોલીસે આસિફને ઠાર કરી તેની પાસેથી મોટી માત્રામાં હથિયાર પણ જપ્ત કર્યા છે.

LOC પાસે ફરી આતંકી કેમ્પો સક્રિય

પાકિસ્તાન ભારતમાં સતત આતંકવાદ ફેલાવવાની કોશિશ કરી રહ્યુ છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ પાકિસ્કતાને એલઓસી પાસે આતંકી કેમ્પ ફરીવાર શરૂ કર્યા છે. આ કેમ્પમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ કેમ્પમાં 275 જેટલી જેહાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સાત જેટલા લોન્ચ પેડ પર આતંકવાદીઓ સક્રિય થયા છે. આ તમામ આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે.

અફઘાન અને પશ્તુન સૈનિકો પણ તૈયાર કરાય રહ્યાં છે

પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે અફઘાન અને પશતૂન સૈનિકોને પણ તૈયાર કરી રહ્યુ છે. આ ઉપરાંત પાકિસ્તાની સેનાએ પણ સરહદ પર ગતિવિધિ વધારી છે. જેથી ભારતીય સેના પણ એલર્ટ થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીઓકેમાં જમાત-એ-ઇસ્લામી, જૈશ-એ-મોહમ્મદ, લશ્કરે-તોઇબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓને ટ્રેનિંગ અપવામાં આવી રહી છે. જેને આતંકી સંગઠન જમાત-એ-ઇસ્લામી લીડ કરી રહ્યું છે. સૂત્રો મુજબ લીપા, કાલુ અને કાચારબનમાં લોન્ચિંગ પેડ પર આશરે 275થી વધારે આતંકવાદીઓનો જમાવડો થયો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત

Zainul Ansari

Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ

Zainul Ansari

મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું

Zainul Ansari
GSTV