ગેરકાયદેસ થતાં લાઈન શો માટે વન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યુ

ગીરના જંગલ તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર ના લાઈન શોની પ્રવૃત્તિને ડામી દેવા માટે દિવાળીના તહેવારને ધ્યાને લઇને એક અઠવાડિયાનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. એટલું જ નહિ ગીર આસપાસના ગામડાઓમાં વન વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી રહી છે.

વન વિભાગ દ્વારા ગીર જંગલ ફરતે રાત દિવસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. જે દરમિયાન જો કોઈ સિંહ જોવાની લાલસામાં ગેરકાદેસર રીતે જંગલમાં પ્રવેશ કરશે તો તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરવા આવશે

ગીર વનવિભાગ દ્વારા તહેવારોને લઇને રેડ અલર્ટ જાહેર કર્યુ છે. જેમાં ફલેગ માર્ચ સાથે ગેરકાયદેસર થતા સિંહ દર્શનની પ્રવૃત્તિને ડામવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. નોંધનીય છે કે ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃત્તિઓ ધારી પંથકના ગામડાઓ તેમજ અમરેલીના લીલીયા ક્રાકચ વિસ્તારોમાં થાય છે જેથી વનવિભાગ આ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યું છે.

.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter