GSTV
Home » News » એશિયાના સૌથી અમીર વ્યકિતની રોચક સંઘર્ષગાથા, અમેરિકાના પ્રવાસે જિંદગી બદલી નાંખી

એશિયાના સૌથી અમીર વ્યકિતની રોચક સંઘર્ષગાથા, અમેરિકાના પ્રવાસે જિંદગી બદલી નાંખી

પાંચમા ધોરણ સુધી બે વખત ફેલ. આઠમા ધોરણ સુધી 3 વખત ફેલ. કોલેજની પ્રવેશ પરીક્ષામાં બે વખત ફેલ. 30 જેટલી નોકરીમાં અરજી અને ત્રીસે ત્રીસ જગ્યાએથી રિજેક્શન. હાવર્ડ યુનિવર્સિટીમાં એડમિશન માટે પ્રયત્ન કર્યો તો ત્યાં પણ રિજેક્શન. આ બાયોડેટા છે એશિયાના સૌથી અમીર વ્યક્તિ જેક માનો. કે જેમની સંઘર્ષગાથા દુનિયાભરના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. ગરીબ પરિવારના એક બાળકથી લઇને એશિયાના સૌથી અમીર સુધીની જેક માની સફર ઘણી જ રસપ્રદ છે.

10 સપ્ટેમ્બર, 1964માં ચીનના હાંગઝુ પ્રાંતમાં જન્મેલા જેક માનું બાળપણ ખૂબ જ મુશ્કેલીઓ વચ્ચે પસાર થયું. ગરીબ હોવાથી જેક મા નાનપણથી જ મર્યાદિત સુવિધાઓ અને સાધનો વડે જીવન જીવતા શીખ્યા. જેમની સફળતા આજે વિદ્યાર્થીઓને ટેક્સબુકમાં ભણાવવામાં આવે છે તે જેક મા સ્કૂલમાં એક સરેરાશ વિદ્યાર્થી હતા. એટલું જ નહિં ગણિત અને વિજ્ઞાનમાં તો જેકને બિલકુલ ટપ્પા જ નહોતા પડતા.

જેક ભણવામાં એટલા નબળા હતા કે તે પાંચમા ધોરણ સુધી બે વખત અને આઠમા ધોરણ સુધી 3 વખત ફેલ થયા. પરંતુ ત્યાં સુધીમાં જેકને એક વાતની સમજ પડી કે અંગ્રેજી ભાષા શીખવી અત્યંત જરૂરી છે. આ માટે જેક મા દરરોજ એક હોટલમાં જતા અને ત્યાં આવતા વિદેશી પર્યટકો સાથે હળવા-મળવાનું શરૂ કર્યું. તેઓ ગાઇડ બની વિદેશી પ્રવાસીઓને શહેર બતાવવા લાગ્યા અને આ રીતે તેમની સાથે વાતો કરી અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું.  થોડા જ દિવસોમાં જેક મા બિલકુલ વિદેશી શૈલીથી અંગ્રેજી બોલવા લાગ્યા અને પશ્ચિમી દેશોની પ્રજાની રીતભાત પણ શીખી લીધી.

વર્ષ 1988માં ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે 30 જેટલી અલગ અલગ કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કર્યો. પરંતુ તમામ જગ્યાએથી જેક માને રિજેક્ટ કરવામાં આવ્યા. કેએફસી જ્યારે ચીનમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જેક મા સહિતના કુલ 24 લોકો જોબ ઇન્ટરવ્યૂ માટે ગયા. પરંતુ જેક મા સાથે ગયેલા બાકીના તમામ 23 લોકો સિલેક્ટ થઇ ગયા. જ્યારે કે જેક માને વધુ એક નિષ્ફળતા હાથ લાગી.

ગ્રેજ્યુએશન બાદ જેક માએ હાંગઝુ યુનિવર્સિટીમાં અંગ્રેજી શિક્ષકની નોકરી શરૂ કરી. સાથે જ માસ્ટર્સ માટે વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીમાં 10 વખત અરજી કરી. પરંતુ અહીં પણ તેને નિષ્ફળતા જ મળી. વર્ષ 1995માં જેક મા પોતાના મિત્રો સાથે અમેરિકા ગયા અને અમેરિકાના આ પ્રવાસે જેક માની જાણે કે સમગ્ર જિંદગી જ બદલી નાંખી.

READ ALSO

Related posts

IPL-2020ની ફાઈનલ મુંબઈમાં જ રમાશે : ગાંગુલી

pratik shah

દિલ્હીના દંગલમાં મોદીજીના મંત્રીનો વાણી વિલાસ, દેશના ગદ્દારોને મારો ગોળી…

pratik shah

Bachchan Pandey Look: અક્ષય કુમારનો અત્યંત ખતરનાક લુક આવ્યો સામે, જુઓ ફોટોઝ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!