GSTV
Gujarat Government Advertisement

કોરોના ઇફેક્ટ/ 2024 સુધીમાં ચીન આ સેક્ટરમાં રાજ કરશે, એશિયાના માર્કેટને પડશે 2.5 લાખ કરોડ ડોલરનો ફટકો, ભારતને થશે સૌથી વધુ નુકસાન

ચીન

Last Updated on September 21, 2020 by Bansari

ઈ-કોમર્સ માર્કેટને કોરોનાની બહુ જ મોટી અસર થશે. એશિયામાં ઓનલાઈન માર્કેટને 2024 સુધીમાં 2.5 લાખ કરોડ (ટ્રિલિયન) ડોલરનો ફટકો પડશે. અગાઉ 2024 સુધીમાં ઈ-કોમર્સ ક્ષેત્રમાં 1.5 ટ્રિલિયન ડોલરનો વધારો થાય એવો અંદાજ બાંધવામાં આવ્યો હતો.ઈ-કોમર્સને લગતા એક અહેવાલ પ્રમાણે કોરોના મહામારીના કારણે ઓનલાઈન માર્કેટને મોટો ફટકો પડશે. 2020થી 2024 દરમિયાન ઓનલાઈન માર્કેટને 2.5 ટ્રિલિયન ડોલરનો ફટકો પડશે. અગાઉ એવી ધારણા હતી કે 2024 સુધીમાં ઓનલાઈન માર્કેટને 1.5 ટ્રિલિયન ડોલરનો ફાયદો થવાનો હતો.

કોરોનાના કારણે ગ્રોસરીના ઓર્ડરમાં નોંધપાત્ર વધારો

જોકે, અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે કોરોનાના કારણે ગ્રોસરીના ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે. તેના કારણે આ ઈ-કોમર્સ માર્કેટમાં કોરોના મહામારી દરમિયાન પણ મંદી આવી નથી, પરંતુ જીવન જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ખરીદી ઘણી ઘટી ગઈ છે.

2024 સુધીમાં ચીનનું વાર્ષિક ઓનલાઈન માર્કેટ 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે

ખાસ તો ફેશન અને બ્યૂટી પ્રોડક્ટના ઓર્ડરમાં ઘરખમ ઘટાડો થયો છે. તેના કારણે એશિયાના ઈ-કોમર્સ માર્કેટને ધારણા પ્રમાણેનો વૃદ્ધિદર મળશે નહીં. ચીન ઈ-કોર્મસનું સૌથી મોટું માર્કેટ હશે. 2024 સુધીમાં ચીનનું વાર્ષિક ઓનલાઈન માર્કેટ 2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે, ભારતમાં આ બિઝનેસને ફટકો પડશે.

ગ્રોસરી સહિતની ચીજવસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરવાનું વલણ વધ્યું હોવા છતાં અન્ય ચીજવસ્તુઓનું ઓનલાઈન માર્કેટ ઘટયું છે. એશિયામાં ભારતના ઈ-કોમર્સ માર્કેટનો મોટો હિસ્સો છે. ભારતમાં જે ફટકો પડશે તેની અસર આખાય એશિયાના ઓનલાઈન માર્કેટ પર પડશે એવું અહેવાલમાં કહેવાયું હતું.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!