GSTV
Home » News » ગિર સોમનાથ : બાંગ્લાદેશમાં યોજાયેલી એશિયન યોગ સ્પર્ધામાં ખેડૂતની દિકરીએ મેડલોની વણઝાર સ્થાપી દીધી

ગિર સોમનાથ : બાંગ્લાદેશમાં યોજાયેલી એશિયન યોગ સ્પર્ધામાં ખેડૂતની દિકરીએ મેડલોની વણઝાર સ્થાપી દીધી

યોગા ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર કુ.ભારતી સોલંકીનું ગીર સોમનાથ જીલ્લાના લાટીમાં ઉમળકા ભેર સ્વાગત કરાયુ. બાંગ્લાદેશના ઢાકા ખાતે યોજાયેલ એશિયન યોગ સ્પર્ધામાં કુમારી ભારતી સોલંકીએ કૌશલ્ય બતાવી મેડલ જીત્યા છે.

યોગ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરતી ગુજરાતની યોગા ક્વિન કુ.ભારતી સોલંકીનું માદરે વતન ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા લાટી ગામે ઉમળકા ભેર સ્વાગત કરાયુ. ખેડૂત પરિવારની દીકરી ભારતીએ ગત 26 અને 27 તારીખે બાંગલાદેશના ઢાકા ખાતે એશીયન યોગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેમાં ભારતીએ મેદાન મારી ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ભારતી તેમના માતાપિતાની એક જ સંતાન છે. તેમના પિતા રાણાભાઈ સોલંકી લાટી ગામે 8 વીઘા જમીન ધરાવે છે અને ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન ગેમ્સના ઇવેન્ટમાં ગોલ્ડ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મળી ભારતી સોલંકીએ 4 મેડલ હાંસલ કર્યા છે.

જોકે આ પ્રતિયોગિતામાં કુલ 8 દેશો એ ભાગ લીધો હતો. જેમાં ભારત દેશનું નામ રોશન કરી બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પરિવાર તેમજ દેશનું નામ રોશન કર્યું છે.

READ ALSO

Related posts

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah

રોજનાં 100 રૂપિયા લગાવીને મેળવી શકો છો 20 લાખ, બહુજ લાભદાયક છે આ પ્લાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!