ગાંધીનગર : ઇન્દ્રોડા પાર્કનું ઘરેણું બની એશિયાઇ સિંહની જોડી, આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રકૃતિ ઉદ્યાન

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહની જોડીને લાવવામાં આવી છે. જેને આજથી ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લેનારા જોઈ શકે છે.વન પ્રધાન ગણપત વસાવાના હસ્તે પાંજરૂ ખુલ્લુ મુકાયુ છે.રાજ્ય વન વિભાગ દ્વારા દોઢ મહિના પહેલા જુનાગઢથી 10 વર્ષના સુત્રા નામના સિંહ અને આઠ વર્ષની ગ્રીવા નામની સિંહણની જોડીને ઈન્દ્રોડા પાર્ક ખાતે લાવવામાં આવી હતી.

જોકે, સિંહની આ જોડીને ગાંધીનગર અને ઉદ્યાનના વાતવરણને અનુરૂપ ઢળતા દોઢ મહિના જેટલો સમય લાગતા તેને લોકોને નિહાળવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા ન હતા. પરંતુ આજે તેને લોકો જોઈ શકે છે. હિંસક પ્રાણીઓ નહીંવત્ હોવાને કારણે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે. ત્યારે જ અગાઉની દરખાસ્તને ધ્યાનમાં લઇને હવે જુનાગઢથી સિંહની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવ્યા છે.જૂનાગઢના સક્કરબાગ ઝૂ જેવું જ પાંજરુ બનાવવામાં આવ્યું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter