GSTV
News Trending World

ચીનમાં કોરોનાથી સ્થિતિ ખરાબ, એશિયન ગેમ્સના આયોજન સામે પ્રશ્નાર્થ

ચીનના હાંગઝૂમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે. જોકે હાલમાં બેઈજિંગમાં કોરોનાના કેસ વધ્યા છે અને એશિયન ગેમ્સનું યજમાન હાંગઝૂ શહેર તેની નજીક હોવાથી પરિસ્થિતિ વિકટ બની શકે છે. આવી હાલતમાં ઓલિમ્પિક કાઉન્સીલ ઓફ એશિયા ચિંતિત બની છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. એક સિનિયર ઓફિશિઅલે કહ્યું છે કે, હાલની પરિસ્થિતિ જોતા એશિયન ગેમ્સને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

ઓલિમ્પિક પછીની સૌથી મોટી મલ્ટી સ્પોર્ટસ ઈવેન્ટ એશિયન ગેમ્સ છે. અલબત્ત, હાલની પરિસ્થિતિમાં તો એશિયન ગેમ્સ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ઓલિમ્પિક કાઉન્સી ઓફ એશિયાના કુવૈતના હુસૈન અલ-મુસાલમે કહ્યું કે, હજુ સુધી તો કમિટિએ કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી. જોકે ગેમ્સ સ્થગિત થાય તેવી શક્યતાને નકારી ના શકાય.કોરોના બાદ ચીનમાં મોટાભાગના આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સ્થગિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ચીને વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કર્યું હતુ. ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આશરે ૨.૫ કરોડ લોકોને હાલ તેમના ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. શાંઘાઈથી હાંગઝૂ ૨૦૦ કિલોમીટરથી ઓછા અંતરે છે.

Read Also

Related posts

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

Indian Railways / ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જ ખોવાઈ જાય ટિકિટ તો તરત જ કરો આ કામ, મુસાફરી ન કરવા પર મળશે રિફંડ!

Vishvesh Dave
GSTV