GSTV
Home » News » જાણો એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓના યોગદાન વિશે

જાણો એશિયન ગેમ્સમાં દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓના યોગદાન વિશે

આ એશિયન ગેમ્સમાં ભારતનો ડંકો તો છે જ. દેશને મેડલ અપવાવામાં ગુજરાતી ખેલાડીઓ પણ પાછળ નથી. આ એશિયન ગેમ્સમાં ગુજરાતી ખેલાડીઓએ પણ દેશને અલગ અલગ રમતોમાં મેડલ અપાવી ચૂક્યાં છે. ગુજરાતી ખેલાડીઓએ આ એશિયન ગેમ્સમાં ચાર ગેમ્સમાં મેડલ અપાવી ગૌરવ વધાર્યું છે. ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે ફોર બાય ફોર હન્ડ્રેડ રિલે દૌડની મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તો બીજી તરફ અંકિતા રૈનાએ ટેનિસમાં બ્રોન્ઝ જીતી ઈતિહાસ રચ્યો. કેમકે એશિયન ગેમ્સમાં ટેનિસમાં મેડલ જીતનાર અંકિતા સાનિયા મિર્ઝા બાદ માત્ર બીજી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી છે.

આ તરફ ટેબલ ટેનિસમાં ભારતીય મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ ટીમમાં ગુજરાતનો માનવ ઠક્કર અને હરમિત દેસાઈ પણ હતો. હરમિત દેસાઈ આ પહેલા પણ કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધારી ચૂક્યો છે. તો કચ્છના તિર્થ મેહતાએ હર્થસ્ટોનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. હર્થસ્ટોન ઈ-સ્પોર્ટ્સ એટલે કે ઈલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ છે. આ ગેમની ક્વાર્ટર ફાઈનલમાં તિર્થ મેહતા હોંગકોંગના ખેલાડી સામે હાર્યો હતો. જે બાદ બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં તિર્થે વિયેતનામના ખેલાડીને 3-2થી હરાવ્યો. આ પહેલા ગુજરાતની અંકિતા રૈના ટેનિસમાં મેડલ જીતી ચૂકી છે. સરિતા ગાયકવાડે પણ ગોલ્ડ મેડલ જીત્યો. ત્યારે ટેબલ ટેનિસમાં પણ ગુજરાતના માનવ ઠક્કર અને હરમિત દેસાઈ પણ જકાર્તા એશિયન ગેમ્સમાં ગુજરાતનો ડંકો વગાડી ચૂક્યા છે.

ઓનલાઈન ઈલેક્ટ્રોનીક્સ ગેમ્સ હાર્થસ્ટોનમાં ભુજના અરિહંતનગરના તીર્થ મહેતાએ એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટ્સમાં વિયેતનામના ખેલાડીને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તીર્થે બ્રોન્ઝ મેડલ જીતીને ભારત અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.  ભુજના  અરિહંતનગરમાં રહેતો તીર્થ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટરનો વિદ્યાર્થી છે.  તીર્થે જે રમતમાં મેડલ જીત્યો છે તે હાર્થસ્ટોન ગેમ ઓનલાઈન કોમ્પ્યુટર ગેમ છે. અમેરિકાની બ્લિઝાર્ડ એન્ટરટેઈનમેન્ટ કંપનીએ માર્ચ 2014માં હાર્થસ્ટોન ગેમ લૉન્ચ કરી હતી. તીર્થને નાનપણથી ગેમ રમવાનો ખુબજ શોખ હતો અને દિવસના 12 કલાક સુધી તે ગેમ રમતો હતો. આખરે તેમની મહેનત રંગ લાવી. હાર્થસ્ટોન ગેમ્સમાં ભારતનો ટોપ પ્લેયર બનેલો તીર્થ અગાઉ થાઈલેન્ડ અને જાકાર્તામાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં ગુરુબંધુ દક્ષ સાથે ભાગ લઈ ચૂક્યો છે. કોમ્પ્યુટર ગેમ રમતાં તીર્થને તેના માતા-પિતાએ કાયમ ઉત્સાહ વધાર્યો છે. પોતાના પુત્રની આધુનિક રમતે વિશ્વમાં અપાવેલી ખ્યાતિથી તીર્થના પરિવારમાં ઉજવણીનો માહોલ છે.

 

Related posts

કિશોરી 12માં માળેથી નીચે પટકાઈ, Video જોઈને બોલી ઉઠશો… ચમત્કાર

Arohi

મનોહર પારિકરની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેમના જ પૂત્ર

Arohi

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari