GSTV
Home » News » એશિયાડ પુરુષ હૉકી: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો

એશિયાડ પુરુષ હૉકી: ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પર કબજો જમાવ્યો

18મી એશિયન ગેમ્સમાં ભારતે પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને 2-1થી હરાવી બ્રૉન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. એશિયન ગેમ્સમાં હવે ભારતના કુલ 69 મેડલ (15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ) થઈ ગયા છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારત 8મા ક્રમે સ્થાયી થઈ ગયુ છે. ત્રીજા સ્થાન માટે રમાયેલા આ મુકાબલામાં ભારતે પ્રારંભથી જ પાકિસ્તાન પર દબાણ બનાવ્યુ હતું અને તેને ગોલ કરવાની તક આપી નહોતી. મેચના ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાની ટીમે 1 ગોલ જરૂર કર્યો હતો, પરંતુ પાકિસ્તાન મેચમાં ભારત સાથે બરાબરી કરી શક્યુ નહોતું.

ભારત તરફથી આકાશદીપ (ત્રીજી મિનિટ) અને હરમનપ્રીતે (50મી મિનિટ) ગોલ કર્યો હતો, જ્યારે પાકિસ્તાન માટે માત્ર અતીક અહમદે (51 મિનિટ) ગોલ કર્યો હતો. પાકિસ્તાનની ટીમને મેચમાં 4 પેનલ્ટી કોર્નર મળ્યા હતાં. પરંતુ ભારતીય રક્ષા પંક્તિએ તેને ગોલ કરવાની તક આપી  નહતી. ભારતીય ટીમને આ મેચમાં ફક્ત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતાં. જેમાં તેણે એકને ગોલમાં બદલ્યો હતો. જ્યારે બીજામાં એવુ થઈ શક્યુ નથી.

મેચની શરૂઆતમાં જ ભારતે પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. આકાશદીપે પાકિસ્તાનને ગોલ પોસ્ટ કરી હુમલો કરી મેચનો પ્રથમ ગોલ કરી ભારતને 1-0ની લીડ અપાવી હતી. ત્યારબાદ પાકિસ્તાને મેચમાં બરાબરીના પ્રયત્ન કર્યા હતાં, પરંતુ તેમને સફળતા મળી નહોતી.

બીજા ક્વાર્ટરની શરૂઆતમાં પાકિસ્તાને પોતાનો પ્રહાર તેજ કર્યો. ભારતે એક ગોલની લીડ મેળવી હતી પરંતુ થોડું સહજ દેખાઈ રહ્યું હતું. દરમ્યાન પાકિસ્તાની ટીમે બૉલ પર નિયંત્રણ બનાવી રાખ્યુ હતું અને ભારતીય ગોલ પોસ્ટ પર પ્રહાર ચાલુ રાખ્યા હતાં. પરંતુ ભારતની રક્ષાપંક્તિ સતત થઈ રહેલા આ પ્રહારને નિષ્ફળ બનાવતી હતી. મેચની 21મી મિનિટમાં પાકિસ્તાનને તક મળી અને તેણે પેનલ્ટી કોર્નર હસ્તગત કરી લીધી હતી. અહીં પાકિસ્તાન ટીમને સસત 2 પેનલ્ટી કોર્નર મળ્યાં. પરંતુ ભારતીય ટીમે બંને વખત પોતાની પ્રતિસ્પર્ધી ટીમને સફળ થવા દીધી નહીં અને મેચના હાફ ટાઈમ સુધી 1-0ની લીડ જાળવી રાખી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાને ફરી એક વખત ભારતના ડિફેન્સને ભેદવાનો ભરપૂર પ્રયાસ કર્યો. પરંતુ મેચમાં પાકિસ્તાનને ગોલ કરવામાં સફળતા મળી નથી. આ ક્વાર્ટરમાં 2 વધુ પેનલ્ટી કોર્નર મળ્યા. પરંતુ ભારતીય ટીમે તેને સફળ થવા દીધી નહીં. આવી જ રીતે મેચના બે ક્વાર્ટર ગોલ વિના ખત્મ થયા અને ભારતે પોતાના પ્રતિસ્પર્ધી પર 1-0ની લીડ જાળવી રાખી.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!