GSTV

એશિયામાં બે વોરશીપને હંમેશા તૈનાત રાખશે બ્રિટેન, હિન્દ મહાસાગરમાં ચીનની નિકળશે હેકડી!

Last Updated on July 21, 2021 by pratik shah

એશિયામાં દુનિયાભરની નૌસેનાઓની વધી રહેલી તાકાતથી બેચેન બ્રિટને પણ પોતાના બે યુદ્ધજહાજોને હંમેશા માટે એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. આ યુદ્ધજહાજ હિંદ મહાસાગર.દક્ષિણ ચીન સાગર.. એડનની ખાડી સહિત સમગ્ર એશિયામાં પેટ્રોલિંગ કરીને બ્રિટીશ હિતોની રક્ષા કરશે.

બ્રિટને એલાન કર્યું છે કે ક્વિન એલિઝાબેથ એરક્રાફ્ટ કેરિયરની પોતાની ફ્લિટની સાથે હિંદ મહાસાગરમાં થઇને જાપાન ગયા બાદ તે એશિયામાં બે યુદ્ધજહાજોને સ્થાયી રીતે તૈનાત કરશે.

બ્રિટન અને જાપાનના સંબંધોમાં તાજેતરમાં ઉષ્મા જોવા મળી છે.. એટલું જ નહીં બ્રિટનનું એરક્રાફ્ટ કેરિયર પોતાના સંપૂર્ણ લાવ લશ્કરની સાથે ચીનના નાક નીચે જાપાન સાથે યુદ્ધાભ્યાસ કરશે.બ્રિટનનું એરક્રાફ્ટ કેરિયર દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થશે.. જે પહેલા તે ભારત, સિંગાપોર અને દક્ષિણ કોરિયામાં હોલ્ટ કરશે.

સ્ટ્રાઇકર જૂથમાં એફ -35બી લાઈટનિંગ ફાઇટર જેટના બે સ્ક્વોડ્રન તૈનાત છે, જેની સંખ્યા 36 છે. આ ફાઇટર એરક્રાફ્ટ સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. તેની ગણના વિશ્વના સૌથી ખતરનાક અને ઘાતક લડાકુ વિમાનોમાં ગણાય છે. આ ઉપરાંત સમુદ્રમાં દુશ્મન સબમરીન શોધવા માટે 14 હેલિકોપ્ટર પણ તૈનાત કરાયા છે. તેમાં હેવી ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ચિનૂક, એટેક હેલિકોપ્ટર અપાચે પણ શામેલ છે. એચએમએસ ક્વીન એલિઝાબેથ એરક્રાફ્ટ કેરિયર એક સમયે 65થી વધુ વિમાનોને લઇ મુસાફરી કરી શકે છે.

બ્રિટિશ સંરક્ષણ પ્રધાને આ મામલે જણાવ્યું કે અમે બળપૂર્વક સ્થિતી બદલાવવાના પ્રયત્નોનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. અમે કાયદાના શાસનના આધારે સ્વતંત્ર અને ઓપન ઇન્ડો પેસિફિકને પણ સમર્થન આપીએ છીએ. માનવામાં આવે છે કે બ્રિટિશ સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન ચીન માટે સીધો પડકાર છે. ચીન લાંબા સમયથી દક્ષિણ ચીન સમુદ્રના મોટાભાગના વિસ્તારો પર પોતાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, તે સમુદ્રમાં કૃત્રિમ ટાપુઓ બનાવીને દરિયાના સ્વતંત્ર પરિવહનમાં પણ અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

READ ALSO

Related posts

માથાકૂટ / SOU ખાતે ઓનલાઇન ટિકિટનું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો હોબાળો, એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા

Dhruv Brahmbhatt

કુંદ્રાના કાંડમાં ફસાયેલી શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા હંસલ મહેતા: સારા સમયમાં બધા પાર્ટી કરવા આવશે, ખરાબ સમયે મૌન ધારણ કરી લેશે

Pravin Makwana

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!