GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

દુનિયાના જાણીતા સુરક્ષા નિષ્ણાંતે વ્યક્ત કરી આશંકા, ભારત-ચીન વચ્ચે થઈ શકે છે સશસ્ત્ર સંઘર્ષ

દુનિયાના જાણીતા રણનીતિકાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત એશલે જે.ટેલિસને આશંકા છે કે, ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ ફેસ-ઓફ બે એશિયન દિગ્ગજની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષમાં તબ્દીલ થઇ શકે છે. ટેલિસે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જે મને લાગી રહ્યું છે તે પ્રમાણે ભારતની સાથે સરહદ પર અલગ-અલગ ક્ષેત્રમાં જે થઇ રહ્યું છે તે નિશ્ચિત રીતે સ્થાનિક સ્તરે થયેલી કાર્યવાહી નથી. કે જેને કોઇ ઉત્સાહી કમાન્ડરોએ ભડકાવ્યા હોય.

સૈન્ય સંઘર્ષ માટે તૈયાર રહે

તેમણે કહ્યું કે, આ કાર્યવાહી એવો સેટ છે જે થિયેટર સ્તર પર મંજૂર કરવામાં આવ્યો હોય. જો તેને થિયેટર સ્તરે મંજૂરી મળી હોય તો ફરજીયાત પણે બેઇજિંગના જનરલ સ્ટાફના સ્તરે પણ લીલીઝંડી બતાવવામાં આવી હોઇ શકે. ભારત સાથે ઐતિહાસીક પરમાણૂ સમજૂતીમાં તત્કાલીન બુશ વહીવટી તંત્રને મદદ આપનારા ટેલિસનું માનવું છે કે, ચીનની સાથે ડિપ્લોમેટીક વાતચીતમાં જોડાયેલા રહીને પણ નવી દિલ્હીએ ચીનની સાથે સંભવિત સૈન્ય સંઘર્ષ માટે તૈયાર રહેવું જોઇએ.

ભારતે ચોક્કસ સૈન્ય તૈયારીઓ પણ ચાલુ રાખવી

ટેલિસે કહ્યું કે, ભારત ચીનની વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ સ્પષ્ટ રીતે કોશિશ કી પહેલી પંક્તિ છે કે, જેને અજમાવવી જોઇએ, પરંતુ ભારતે ચોક્કસ સૈન્ય તૈયારીઓ પણ ચાલુ રાખવી જોઇએ. જેમાં સ્થિતિ વધુ ગંભીર થાય તો તેનું પૂર્વાનુમાન પણ સામેલ છે. તેમણે લદ્દાખ વિસ્તારમાં ચીની સૈનિકોની મુવમેન્ટને ચીન તરફથી પોતાના લાભ માટે યથાસ્થિતિ બદલાવની સ્પષ્ટ પ્રયાસ હોવાની વાત કહી છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ખતરો

pratik shah

સોનાક્ષી સિંહાએ બૉડીશેમ પર નારાજગી વ્યક્ત કરી, ટ્રોલ્સે કહ્યું – તમારાથી કોઈ ફરક નથી પડતો

Mansi Patel

ભીગે હોઠ તેરે’ ગીત ગાતા પહેલા જ ગાયક ડરી ગયો, આ હતું સૌથી મોટું કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!