GSTV
Home » News » VIDEO: Asia Cup 2018ની ફાઈનલમાં કેદાર જાધવને એમ્પાયરે કહ્યું,- પટ્ટી ખોલો

VIDEO: Asia Cup 2018ની ફાઈનલમાં કેદાર જાધવને એમ્પાયરે કહ્યું,- પટ્ટી ખોલો

Asia Cup 2018ની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે. કુલદીપ યાદવ અને કેદાર જાધવની શાનદાર બોલિંગ બાદ છેલ્લી ઓવરમાં ભારતે છેલ્લા બોલે બાંગલાદેશને ત્રણ વિકેટથી હરાવીને સાતમી વખત એશિયા કપ જીતી લીધો. જીત માટે 223 રનના લક્ષ્યના જવાબમાં ભારતને છેલ્લી બે આવરમાં નવ રન કરવાના હતા પરંતુ 49મી ઓવરમાં ફક્ત ત્રણ જ રન કરી શક્યા ત્યાર બાદ છેલ્લા છ બોલમાં છ રનની જરૂર હતી. મહમુદુલ્લાહની ઓવરના પહેલા બોલ પર કુલદીપ યાદવે એક અને બીજા પર કેદાર જાધવે એક રન લીધો. ત્રીજા બોલ પર કુલદીપે બે રન લીધા પરંતુ તે પછીના બોલ પર રન ન લઈ શક્યા. ત્યાર બાદ પાંચમા અને છઠ્ઠા બોલ પર એક એક રન લઈને કુલદીપ અને કેદારે ભારતને જીત અપાવી.

કેદાર જાધવે પહેલા બોલિંગ અને પછી બેટિંગથી પોતાનો કમાલ બતાવ્યો અને કાંટાની ટક્કર વાળી મેચમાં ભારતને જીત અપાવી. પરંતુ કેદાર જાધવ માટે બોલિંગ કરવી એટલી સહેલી ન હતી. કારણ કે તેની આંગળીઓમાં ઈજા થઈ હતી. તેણે તેના પર પટ્ટી બાંધી લીધી હતી. મેચમાં 33 ઓવર પૂર્ણ થઈ ચુકી હતી અને હજી પણ ભારતને શતક બનાવનાર લિટન દાસની વિકેટ લેવાની બાકી હતી. માટે કેપ્ટન રોહિત શર્માએ કેદાર જાધવને બોલિંગ સોપી. આ પહેલા જ કેદાર જાધવ બે વિકેટ પોતાના નામે કરી ચુક્યા હતા. પરંતુ તે બોલિંગ કરવા ગયા ત્યારે જ એમ્પાયરે તેમને બોલિંગ કરવાની ના પાડી કારણ કે તેમના હાથમાં ઈજા થઈ હતી.

પોતાને થયેલી ઇજાને ઢાંકવા માટે તેણે કાળી પટ્ટીનો ઉપયોગ કર્યો હતો. પરંતુ અમ્પાયરે તેને પટ્ટી ખોલવા માટે કહ્યું હતું. એ સમયે કેપ્ટન રોહિત શર્મા પણ ત્યાં હાજર હતો. જોકે અમ્પાયરોની વાતને અવગણ્યા વગર કેદાર જાધવે પટ્ટી ખોલી હતી અને 34મી ઓવરમાં બોલિંગ કરવા લાગ્યો. આ સમયે જાધવે ખૂબ સારું બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 9 ઓવરમાં 41 રન આપી ત્રણ વિકેટો મેળવી હતી. જ્યાં બેટીંગ માટે ઉતરતા 23 રનોની પારી રમી હતી. આ પહેલા કુલદીપ અને કેદારની સ્પીન જોડીએ લિટન દાસના શતક છતા બાંગ્લાદેશની ટીમને 222 રનમાં સમેટી દીધી હતી.

 

Related posts

Hyundaiએ લોન્ચ કરી નવી સ્પેશલ Santro,ફિચર્સ અને કિંમતમાં આવ્યો બદલાવ

pratik shah

તહેવારો દરમ્યાન વજન ન વધે અને ફીટ રહેવાં માંગો છો તો આ 6 ટિપ્સ અજમાવો, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

Mansi Patel

સાઇદી અરબે છ ગુણા વધારી વીઝા ફી, હજ યાત્રીઓનો ભારે વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!