Asia Cup 2018 : આ પાંચ બેટ્સમેન અને બોલરનો રહ્યો દબદબો

તો 2018ના એશિયા કપને ભારતે જીતી લીધો. આ સાથે જ સાતમી વખતે ભારતે એશિયા કપમાં કબ્જો મેળવ્યો છે. ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે માત આપી જોકે એક સમયે ભારતની વિકેટો ધડાધડ પડતા ભારત આ મેચ જીતશે કે નહીં તેની ઉમ્મીદો પર પાણી ફરવા લાગ્યું હતું. ભારત આ પહેલા 1984,1988, 1990,1991,1995,2010,2016માં એશિયા કપ જીતી ચૂક્યું છે.

આ વખતે બેટ્સમેન અને બોલરો વચ્ચે ધમાકેદાર ટક્કર રહી. પરંતુ કેટલાક એવા ખેલાડીઓ પણ હતા, જેમણે બંન્નેમાં સારું પ્રદર્શન કરી અમીટ છાપ છોડી દીધી હોય. 342 રનનો સ્કોર કરી સૌથી વધારે રન કર્યા ભારતના શિખર ધવને. ત્યારે આવા જ કેટલાક ખેલાડીઓ પર નજર કરવામાં આવે તો.

એશિયા કપ 2018- ટોપ બેટ્સમેન

  1. શિખર ધવન (ભારત): 342 રન, 127 શ્રેષ્ઠ, 68.40 એવરેજ
  2. રોહિત શર્મા (ભારત): 317 રન, 111 શ્રેષ્ઠ, 105.67 એવરેજ
  3. મુશ્ફિકુર રહેમાન (બાંગ્લાદેશ): 302 રન, 144 શ્રેષ્ઠ, 60.40 એવરેજ
  4. મોહમ્મદ શહઝાદ (અફઘાનિસ્તાન) : 268 રન, 124 શ્રેષ્ઠ, 53.60  એવરેજ
  5. હશ્મતુલ્લા શાહીદ (અફઘાનિસ્તાન) : 263 રન, 97 શ્રેષ્ઠ, 65.75 એવરેજ

એશિયા કપ 2018- ટોપ પાંચ બોલર

  1. રાશિદ ખાન (અફઘાનિસ્તાન) 5 મેતચમેમેચ 10 વિકેટ
  2. મુસ્તાફિઝુર રહેમાન (બાંગ્લાદેશ) 5 મેચ 10 વિકેટ
  3. કુલદીપ યાદવ (ભારત) 6 મેચ 10 વિકેટ
  4. જસપ્રીત બુમરાહ (ભારત) 4 મેચ 8 વિકેટ
  5. રવીન્દ્ર જાડેજા (ભારત) 4 મેચ 7 વિકેટ
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter