GSTV
Home » News » એશિયા કપની સિરીઝમાં ભારતે 9 વિકેટે પાકિસ્તાનને પછાડીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું

એશિયા કપની સિરીઝમાં ભારતે 9 વિકેટે પાકિસ્તાનને પછાડીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું

દુબઈમાં રમાતી એશિયા કપની સિરીઝમાં ભારતે ફરી એક વખત પાકિસ્તાનને પછાડ્યુ છે. ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. પાકિસ્તાને ભારતને 238 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેમાં શિખર ધવન અને રોહિત શર્માએ સદી નોંધાવી હતી. 9 વિકેટે ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. પાકિસ્તાન સામે ભારતની જીત થતા જ દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. ભારતીય ક્રિકેટ પ્રેમીઓ તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ફટાકડા ફોડી પાકિસ્તાન સામે જીતની ઉજવણી કરી હતી. આ મેચમાં શિખર ધવને 100 બોલ પર 114 રન બનાવ્યા અને તેણે કરિયરની 15મી સદી ફટકારી. જ્યારે રોહિત શર્માએ અણનમ રહીને 111 રન બનાવ્યા. તેમજ વનડેમાં રોહિત શર્માએ સાત હજાર રન પૂર્ણ કર્યા. અંબાતી રાયડુ 9 રને અનનમ રહ્યો.

 

 

Related posts

રાષ્ટ્રપતિ આ ‘ત્રણ શબ્દ’બોલતા જ સંસદ ગુંજી ઉઠી, 2 મિનીટ સુધી પાટલી થપાથપાવતા રહ્યા સાંસદો

Riyaz Parmar

વર્લ્ડ કપ પછી ભારતને ત્રીજો ઝટકો, ધવન-ભુવી પછી આ ખોલાડી પણ મેચની બહાર

Kaushik Bavishi

કોંગ્રેસનાં નવા અધ્યક્ષ કોણ? જ્યારે રાહુલ ગાંધીને આ સવાલ કરાયો તો કાંઇક આવો જવાબ આપ્યો…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!