GSTV
Home » News » એશિયા કપ: ભારત-પાકિસ્તાનની મેચમાં આ 5 રેકોર્ડ છે મહત્વના

એશિયા કપ: ભારત-પાકિસ્તાનની મેચમાં આ 5 રેકોર્ડ છે મહત્વના

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી મેચોમાં સૌથી વધારે રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ફટકાર્યા છે. તેમણે પાકિસ્તાન સામેની 67 ઈનિંગમાં 40.09ની સરેરાશથી 2526 રન બનાવ્યા છે.

ભારત હોય કે પાડોશી દેશ પાકિસ્તાન. બંને દેશોમાં ક્રિકેટની આગળ એકેય રમતનું ચાલ્યુ નથી. જો વાત બંનેના મુકાબલાની હોય તો માહોલ રોમાંચક થઈ જાય. એશિયા કપ 2018માં 19 સપ્ટેમ્બરે બંને ટીમો આમને-સામને છે.

સચિન તેંડુલકર (સૌથી વધુ રન)

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચોમાં સૌથી વધુ રન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ફટકાર્યા છે. તેમણે પાકિસ્તાન સામેની મેચમાં 67 ઈનિંગમાં 40.09ની સરેરાશથી 2526 રન બનાવ્યા છો.

વસીમ અકરમ (સૌથી વધુ વિકેટ)

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમના નામે ભારત-પાકિસ્તાનની મેચોમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેમણે 47 ઈનિંગમાં 60 વિકેટ લીધી છે. તેમાં 35-4 તેમની બેસ્ટ રહી છે.

પાકિસ્તાન સામેની એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. તેમણે 2012માં રમાયેલી મેચમાં 183 રન ફટકાર્યા હતાં.  આ મેચ સચિન તેંડુલકરની છેલ્લી વન-ડે મેચ પણ હતી.

સૌરવ ગાંગુલી (એક મેચમાં સૌથી વધુ વિકેટ)

તમને જાણીને આશ્ચર્ય થશે કે પાકિસ્તાન સામે ભારત તરફથી સૌથી સૌથી સારી બોલિંગ ઓલરાઉન્ડર ક્રિકેટર સૌરવ ગાંગુલીએ કરી છે. દાદાએ 1997ના એક મુકાબલામાં 10 ઓવરમાં ફક્ત 16 રન આપી 5 વિકેટ ખેરવ્યા હતાં. ભારત આ મેચ 34 રનથી જીતી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર રેકોર્ડ બે બેટ્સમેનોના નામે છે. જેમાં સચિન તેંડુલકર અને સલમાન બટ્ટ સામેલ છે. બંને મહાનુભાવોએ એક બીજાની વિરુદ્ધ 5-5 સદી ફટકારી છે.

Related posts

પાકિસ્તાન માટે સોશિયલ મીડિયા બન્યું માથાનો દુખાવો, જાણો શા માટે ગૂગલ અને ફેસબૂકે દેશ છોડવાની વાત કરી

Arohi

8 ધોરણ ભણેલો તાહિર રાજકારણમાં આવતા કરોડોમાં આળોટવા લાગ્યો, સંપત્તિનો આંકડો જોઇ દંગ રહી જશો

Bansari

મારી સાથે આતંકીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે, આઝમ ખાન યોગી સરકાર પર ત્રાટક્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!