GSTV

ગૈંગસ્ટર સાથે મળીને બળજબરી વસૂલી કરી રહ્યો હતો દિલ્હી પોલિસનો ASI, પોલિસ દ્વારા જ કરાઈ ધરપકડ

દિલ્હી પોલીસે કરોડો રૂપિયાની ઉચાપત બદલ તેમના જ વિભાગના સબ ઇન્સ્પેક્ટર રાજબીર સિંહની ધરપકડ કરી છે. ડીસીપી સાઉથની ટીમે તેની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે આરોપી સહાયક સબ ઈન્સ્પેક્ટરને એક બિલ્ડર પાસેથી 2 કરોડની માંગ કરી હતી. બિલ્ડરે પૈસા ન દેવા પર બિલ્ડરને પોલિસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. દિલ્હીની હૌજ ખાસ પોલીસ સ્ટેશનની પોલીસે તેની ધરપકડ કરી છે. હાલમાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. અગાઉ આ કેસમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ગૈંગસ્ટર કાલા બતાવતા 2 કરોડ રૂપિયાની લાંચ માગી હતી

હકિકતે આ વર્ષે જૂન મહિનામાં દક્ષિણ દિલ્હીના હૌજ ખાસ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ હતી. આ મુજબ બિલ્ડરના પિતાની ઉપર એક ફોન આવ્યો હતો , જેમાં ફોન કરનારે પોતાનું નામ ગૈંગસ્ટર કાલા બતાવતા 2 કરોડ રૂપિયાની લાંચ માગી હતી. અને એ પણ ધમકી આપી હતી કે જો પોલિસમાં ફરિયાદ કરી અને તેની માગણી ના સ્વિકારી તો જાનથી મારી નાંખવામાં આવશે.

દિલ્હી પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ શૌર્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યો

રાજબીર સિંઘ એક સહાયક સબ-ઇન્સ્પેક્ટર છે જે દિલ્હી પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ શૌર્ય પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. તે જ સમયે, દિલ્હી પોલીસે એએસઆઇ સહિત આ ગેંગ સાથે સંકળાયેલા 5 લોકોની ધરપકડ કરી છે. રાજબીર સિંહ હાલમાં દક્ષિણ પશ્ચિમના પીસીઆર યુનિટમાં પોસ્ટ કરાયો હતો, આ પહેલા તે સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાંચમાં પણ પોસ્ટ કરાયો છે.

રણબીરસિંહ ધમકી આપનાર પ્રમોદ ઉર્ફે કાલેના સંપર્કમાં હતો

તપાસમાં જાણવા મળ્યું કે રણબીરસિંહ પ્રમોદ ઉર્ફે કાલેના સંપર્કમાં હતો, જેણે બિલ્ડરને લાંચ આપવાની ધમકી આપી હતી. એએસઆઈ પર આરોપ છે કે તેણે પોતાના એક સહયોગીની મદદથી પ્રમોદ ઉર્ફે કાલેની મદદ કરી હતી. તપાસ દરમ્યાન ખુલાસો થવા પર એએસઆઈએ રણબીરસિંહની ધરપકડ કરી હતી.

બિલ્ડરના દીકરાની ગાડી પર ફાયરિંગ કરવાની ધમકી

14 જુલાઈએ રાજબીર સિંહે ફરિયાદી સાથે ફોન પર વાતચીત પણ કરી હતી. તપાસમાં સ્પષ્ટ થયું હતું કે રાજબીરે ફરિયાદ કરનારનો મોબાઇલ નંબર ગેંગસ્ટર પ્રમોદને આપ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે જો બિલ્ડર 2 કરોડ રૂપિયા નહીં આપે તો બિલ્ડરના દિકરાની ગાડી પર ફાયરિંગ કરવામાં આવે. પોલીસના જણાવ્યા મુજબ, એએસઆઈ રાજબીરસિંહ આ ગેંગનો માસ્ટર માઇન્ડ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કર્મચારીઓની રજામાં વધારો થવા સાથે બદલાઈ શકે છે પીએફ સહિતના આ નિયમો, મોદી સરકાર આજ કરશે નિર્ણય

Karan

કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !

pratik shah

સયાજી હોસ્પિટલના કોન્ટ્રોક્ટ પરના કર્મચારીઓના પગારમાં વિસંગતતા, છેલ્લા 2 મહિનાથી પગાર નહીં થયો હોવાના આક્ષેપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!