રાજસ્થાન રોયલ્સે જયસ્વાલના ૫૯ અને અશ્વિનના ૨૩ બોલમાં અણનમ ૪૦ રનની મદદથી ચેન્નાઈને બે બોલ બાકી હતા, ત્યારે પાંચ વિકેટથી હરાવીને આઇપીએલ ક્વોલિફાયર વનમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે ૨૪મી મે ના રોજ કોલકાતામાં રમાનારી ક્વોલિફાયર-વનમાં રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મુકાબલો ખેલાશે. જેમાં જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશશે, જ્યારે હારનારી ટીમને ક્વોલિફાયર-ટુમાં રમવાની તક મળશે. રાજસ્થાને જીતવા માટેના ૧૫૧ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

ચેન્નાઈ સામેની જીત સાથે રાજસ્થાનના ૧૮ પોઈન્ટ થયા હતા. જોકે તેમનો રનરેટ વધુ સારો હોવાથી તેઓએ ૧૮ પોઈન્ટ સાથે રહેલા લખનઉને ત્રીજા ક્રમે ધકેલ્યું હતુ. હવે લખનઉ તારીખ ૨૫મી મે ને બુધવારે એલિમિનેટરમાં રમશેે. જ્યાં તેનો સામનો બેંગ્લોર કે દિલ્હી સામે થશે.
અગાઉ મોઈન અલીએ ૫૭ બોલમાં ૧૩ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૯૩ રનની વિસ્ફોટક ઈનિંગ રમી હોવા છતાં ચેન્નાઈ રાજસ્થાન સામેની આઇપીએલ ટી-૨૦માં છ વિકેટે ૧૫૦ રન જ નોંધાવી શક્યું હતુ. ચેન્નાઈની શરૃઆત જબરજસ્ત રહી હતી અને તેણે પ્રથમ ૧૦ ઓવરમાં ૯૪ રન ફટકાર્યા હતા. જોકે રાજસ્થાનના બોલરોએ કમબેક કરતાં આખરી ૧૦ ઓવરમાં માત્ર ૫૬ રન જ આપ્યા હતા. ચહલ અને મેકોયે બે-બે વિકેટ ઝડપી હતી.

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ મેચમાં ચેન્નાઈના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ ઋતુરાજની વિકેટ માત્ર બે રનના સ્કોર પર ગુમાવી હતી. જોકે મેદાન પર ઉતરતા જ મોઈન અલીએ ઝંઝાવાત જગાવ્યો હતો. મોઈને માત્ર ૧૯ જ બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. તેણે કોન્વે (૧૬) સાથે ૮૩ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જોકે ત્યાર બાદ રાજસ્થાને કમબેક કર્યું હતુ. એક તબક્કે ૮૫/૧નો સ્કોર ધરાવતી ચેન્નાઈની ટીમ ૯૫/૪ પર ફસડાઈ હતી.
મોઈન અલી અને ધોનીએ ૫૨ બોલમાં ૫૨ રન નોંધાવ્યા હતા. ધોનીના ૨૮ બોલમાં ૨૬ રન હતા. મેકોયે ૪ ઓવરમાં માત્ર ૨૦ રન આપતાં બે વિકેટ ઝડપી હતી. જ્યારે ચહલે ૨૬ રનમાં બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.
READ ALSO
- સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો
- સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો
- મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર
- ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી
- હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો