GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ખેડબ્રહ્મા વિધાનસભા કોંગ્રેસનો ગઢ, કોંગ્રેસને જીત અપાવવામાં સૌથી વધુ ફાળો અશ્વિન કોટવાલનો! જાણો રાજકીય સફર

સાબરકાંઠામાં ખેડબ્રહ્મા વિધાનસભાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.અહીં ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ કોંગ્રેસનો દબદબો રહ્યો છે. બે ટર્મને બાદ કરતા અહીં કોંગ્રેસ જ સત્તા પર આવ્યું છે ત્યારે અહીં કોંગ્રેસને જીત અપાવવામાં સૌથી વધુ ફાળો અશ્વિન કોટવાલનો રહ્યો છે.

gujarat congress

સાબરકાંઠામાં મૂળ આદિવાસી વસ્તી ધરાવતા વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મા ત્રણ તાલુકાનો સમાવેશ થયો છે.. આ વિધાનસભામાં એક રીતે આ વિસ્તારને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે..

  • પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરી પણ આ સીટ પરથી ચૂંટણી લડીને મુખ્ય પ્રધાન બનેલા
  • છેલ્લા કેટલાય વર્ષોથી આ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસનો કબજો છે
  • 1962 થી 1985 સુધી યોજાયેલ ચુંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો
  • પરંતુ 1990 ભાજપના  બેચરભાઈ બારાએ આ વિધાનસભા પર  જીત મેળવી હતી
  • જો કે બાદમાં 1995 થી 2004 સુધી આ બેઠક જીત્યા રહ્યા હતા

મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરી બાદમાં 2004ની પેટાચુંટણીમાં રમીલાબેન બારાએ જીત મેળવી ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. વર્ષ 2007થી વિજયનગરના પરવઠના અશ્ર્વિન કોટવાલે ફરી એક વાર અહી પંજાને મજબુત કર્યો છે. છેલ્લે ત્રણ યોજાયેલી વિધાનસભા બેઠકોની વાત કરીએ તો

અશ્વિન કોટવાલ સતત લીડ મેળવીને આદીવાસીઓના નેતા બન્યા.

અશ્વિન કોટવાલ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પણ છે અને અનુસુચિત જનજાતી આયોગના સભ્ય પણ રહી ચુક્યા છે અને આદીવાસી સમાજના ચહિતા આગેવાન અને અગ્રણી પણ છે.

૨૦૦૨
ભાજપ
રમીલાબન બારા૪૪૬૦૦ વોટ
કોંગ્રેસવૈશાલીબેન ગામેતી૪૪૦૦૬ વો
૨૦૦૭
કોંગ્રેસઅશ્વિન કોટવાલ૬૦૫૭૦ વોટ
ભાજપરમીલાબેન બારા૩૪૬૮૦ વો÷
૨૦૧૨
કોંગ્રેસઅશ્વિન કોટવાલ૮૮૪૮૮
ભાજપભોજાભાઇ મકવાણા૩૮૩૫૧ વોટ
૨૦૧૭
કોંગ્રેસઅશ્વિન કોટવાલ૮૫૯૧૬ વોટ
ભાજપરમીલાબેન બારા૭૪૭૮૫ વોટ

  • અશ્વિન કોટવાલ સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરવઠના વતની છે…
  • જન્મ 21 ઓક્ટોમ્બર 1964
  • અશ્વિન કોટવાલે બીએ ઈકોનોમીક્સ સુધી અભ્યાસ કરેલો છે…અને વર્ષોથી વિવિધ પ્રકારની ચુંટણીઓમાં તેઓએ વિજય મેળવીને હાલ ધારાસભ્યનું પદ હાંસલ કર્યુ છે
  • અશ્ર્વિન કોટવાલનો સમગ્ર પરિવાર રાજકારણ સાથે સંકડાયેલો છે
  • તેમના પિતા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતમાં પ્રમુખ અને સદસ્ય રહી ચુક્યા છે
  • તો તેમના પત્ની પણ તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્ય તરીકે રહી ચુક્યા છે
  • તેમનો દિકરો યશ કોટવાલ પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી ચુક્યો છે

અશ્વિન કોટવાલે 10માં ધોરણથી રાજકારણની શરુઆત કરી જેમાં વિવિધ ચુંટણીઓમાં તેઓ જીતતા, હાઈસ્કુલ, કોલેજમાં પણ જીએસ બન્યા.કોલેજમાં જીએસના ચુંટણી જીતીને રાજકારણની શરૂઆત કરીને એનએસયુઆઈ સાથે જોડાયા.બાદમાં યુથ કોંગ્રેસમાં યુવા પ્રમુખ બન્યા..અમરસિંહ ચૌધરી સાથે ફરીને બધા લોકો સાથે સંપર્ક સાધ્યો હતો.

READ ALSO

Related posts

મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન

Hardik Hingu

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu
GSTV